ધાનેરામાં એકજ જમીન બે લોકોને વેચવામાં આવતાં ઠગાઇની ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:34:53
  • Views : 517
  • Modified Date : 2019-04-15 05:34:53

ધાનેરામાં જમીનના અનેક કૌભાંડ ધાનેરા તાલુકામાં જમીન બારોબાર વેચાણ કરવાના તેમજ ખોટા ખેડૂત બનાવી દેવાના કિસ્સાઓ અનેક બહાર આવી રહ્યા છે. અને જો જિલ્લા સમાહર્તા દ્વારા આ બાબતે તપાસ કરાવવામાં આવે તો મોટા પ્રમાણમાં કિસ્સાઓ બહાર આવે તેમ છે. અને ખોટા ખેડૂત બનાવવા માટે ધાનેરા તાલુકાને હબ બનાવી દેવામાં આવેલ છે. જેમાં બે સનદી અધિકારીઓના પત્નને પણ ખોટા ખેડૂત બનાવવાના બનાવો બની ચુક્યા છે.૧૪ લોકો સામે જમીન ઠગાઇની ફરિયાદ થવા પામી (૧) શાંતાબેન નીલાભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૨) દિનેશભાઇ નીલાભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૩) ભાવનાબેન નીલાભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૪) કમલેશભાઇ નીલાભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૫) લાડુબેન નીલાભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૬) વાહજીભાઇ ભીખાભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૭) મફાભાઇ મસરુભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૮) જોરાભાઇ ભીખાભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૯) કરસનભાઇ મસરુભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૧૦) કાળુભાઇ મસરુભાઇ રબારી રહે. આસીયા તા. ધાનેરા.(૧૧) દિનેશભાઇ રત્નાભાઇ કણબી રહે. રામપુરામોટા તા.ધાનેરા.(૧૨) રમેશભાઇ રત્નાભાઇ કણબી રહે. રામપુરામોટા તા.ધાનેરા.(૧૩) જીવાબેન રત્નાભાઇ કણબી રહે. રામપુરામોટા તા.ધાનેરા.(૧૪) દરગીબેન દિનેશભાઇ કણબી રહે. રામપુરામોટા તા.ધાનેરા. ધાનેરા ગામના સર્વે નંબર ૨૩૫ની ૮ એકર જમીન  માલિકે બે બે લોકોને વેચી મારતાં પ્રથમ ખરીદનાર પાર્ટીએ ૧૪ જેટલા લોકો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ધાનેરા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. પરંતુ જો ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં જમીનના કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.ધાનેરા પોલીસ મથકે ૧૪ લોકો સામે જમીનની છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધાવા પામી છે. જેની પોલીસ હકીકત એવી જાણવા મળેલ છે કે ધાનેરા ગામની સીમની સર્વે નંબર-૨૩૫ ની ૮ એકર જેટલી જમીન મુળ માલિક સીપાઇ સાહેબખાન હસનખાનના નામે હતી. પરંતુ તેઓએ આ જમીન તા. ૯ નવેમ્બર ૧૯૫૯ ના રોજ ૯૯ વર્ષના ભાડાપટ્ટે આસિયા ગામના રબારી ભીખાભાઇ જેતાભાઇને આપેલ અને તેની નોંધ પણ પાડેલ ત્યાર પછી આ જમીનમાં ભીખાભાઇ રબારીએ તા. ૮ જુન ૧૯૮૪ ના રોજ પોતાના ભાઇ મસરુભાઇ જેતાભાઇનું નામ દાખલ કરાવેલ. ત્યારબાદ ભીખાભાઇ રબારી તા.૫ ઓક્ટોમ્બરના રોજ મૃત્યુ પામતાં  આ જમીનમાં વારસાઇ થતાં મરણ જનાર ભીખાભાઇના ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ અને તેમની પÂત્નનું નામ દાખલ થયેલ. ત્યારે બીજી તરફ આ જમીન  મુળ માલિક સાહેબખાન હસનખાન સીપાઇના વારસદાર સબ્બીરખાન હયાતખાન તેમજ અન્ય આઠ ઇસમોએ આ જમીન તા.૨૦ માર્ચ ૨૦૦૩ માં બાબુભાઇ જોગાભાઇને ૨,૫૧,૦૦૦ માં વેચાણમાં  આપેલ અને આ વેચાણ લેનાર તેમજ જમીનના ભાડુઆત નિલાભાઇ ભીખાભાઇએ આ જમીન રાજુસિંહ સવાઇસિંહ સોઢા તેમજ દેવડા ડુંગરસિંહ ભારતસિંહને વેચાણ આપેલ અને તે પૈકી ૨૧,૫૧,૦૦૦ દસ્તાવેજ કરતા સમયે જમીન માલિકને આપેલ તેમજ જે ભાડુઆત હતા તેઓને પોતાનો હક્ક જતો કરવા માટે ૮૫ લાખની માતબાર રકમ આપેલ અને તેઓએ તે હક્ક જતો કરેલ પરંતુ ફરી આ મેટર આર.ટી.એસ.  કેશ દાખલ થયેલ અને મેટર કોર્ટમાં જતાં કોર્ટે રબારીઓના નામ દાખલ કરવા જણાવેલ જેથી નામ ફરી દાખલ થતાં આ જમીન ફરીથી આ જમીન નામ દાખલ થયેલ રબારીઓએ જમીનનો સોદો રામપુરામોટા ગામના દિનેશભાઇ રત્નાભાઇ પટેલ સાથે કરીને જમીન વેચી મારેલ. જેથી આ જમીનમાં ઠગાઇ કરનાર ઇસમો તેમજ બીજી વખત જમીન ખરીદનાર લોકો સામે ધાનેરા પોલીસ મથકે પ્રથમ જમીન ખરીદનાર રાજુસિંહ સવાઇસિંહ સોઢા રહે, રામસણ વાળાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.



Download Our B K News Today App



Related News