ભાંડોત્રા ગામે જમીન બાબતે ખેલાયો ખૂની ખેલ એકનું મોત, બે ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:21:39
  • Views : 567
  • Modified Date : 2019-04-21 05:21:39

દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામે શનિવારે વહેલી પરોઢે ખેતરમાં સુતેલા પરિવાર  પર પાડોશી ખેતર વાળાએ તિક્ષ્ણ હથિયારો વડે ખૂની ખેલ ખેલાતા ગામમાં અરેરાટી મચી ગઇ હતી.બુમા બુમ થતા આજુ બાજુ માંથી દોડી આવેલા લોકોએ માં દીકરાને સારવાર અર્થે ગંભીર હાલતમાં પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે પિતાનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું.પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
"જર જમીન અને જોરૂ ,ત્રણેય કજીયાના છોરું" જીહા આ કહેવત કહેવા વાળાએ ખોટી નથી કીધી આ કહેવત આજે
દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામે સાર્થક થઈ છે.બન્ને ખેતરની વચ્ચે પડેલ ગૌચરની જમીન બાબતે શનિવારે વહેલી સવારે મીઠી નિંદર માણી રહેલા ખેડૂત પરિવાર પર બાજુના ખેતરોમાં રહેતા પરિવારે તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી સૂતેલો પરિવાર કઈ સમજે તે પહેલાં ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં પરિવારના મોભી એવા પિતાનું સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે માં દીકરો ગંભીર રીતે ઘવાયા હતા. જેમને આજુ બાજુ માંથી દોડી આવેલા કાંતિભાઈ ચૌધરી,ભણાભાઈ ચૌધરી,સતિષભાઈ ચૌધરી સહિત દોડી આવેલા લોકોએ વાહનોમાં નાખી સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં  લાવતા ફરજ પરના તબીબ ડો.હિમાંશુ ગઢવીએ સારવાર આપી ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડયા હતા.બનાવના પગલે પોલીસે મૃતકના દીકરાની ફરિયાદના પગલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News