જામફળની માવજતમાં શું ધ્યાન રાખવું પડે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 13:56:29
  • Views : 584
  • Modified Date : 2019-11-11 13:56:29

જામફળની કલમ ખાડાની મધ્યમાં રોપી જરૂર જણાય તો તુરત જ પિયત આપવું. રોપણી બાદ કલમને ટેકો આપવો અને ઉછેરવા માટે કાળજી રાખવી. છોડની રોપણી બાદ બે વર્ષ સુધી છોડને સખત ગરમી અને વધુ પડતી ઠંડીથી બચાવવા જોઇએ. છોડની શરૂઆતની અવસ્થામાં ૬૦થી ૯૦ સેમી. સુધી એક થડે સીધો વધવા દેવો અને પછી ૨૦થી ૨૫ સેમી.ના અંતરે ૪થી ૫ ડાળીઓ વિકસવા દેવી. ત્યારબાદ છોડની ઉપરની ટોચનો ભાગ કાપી નાખવો. શરૂઆતમાં મુખ્ય થડની આજુબાજુ નીકળતા પીલાં કાઢવાની સતત ખાસ કાળજી રાખવી. છોડની કેળવણી સાથે છોડના વિકાસ અને ફ્‌ળ ઉત્પાદન પર કાબૂ રાખવા માટે છાંટણી કરવામાં આવે છે. ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં જો સતત પાણી મળે તો સતત ફૂલ આવતાં હોય છે. એટલે કોઇ ચોક્કસ ઋતુમાં માવજત આપવી જરૂરી છે. જામફ્‌ળનો પાક એકથી બે વર્ષનો હોય ત્યારે નીંદામણ કરવું જેથી છોડને સારું પોષણ મળે અને સારો વિકાસ થાય. છોડ નાના હોય ત્યાં સુધી બે હાર વચ્ચે શાંતિ અથવા મિની ટ્રેક્ટર ચલાવીને આંતરખેડ તથા ગોડ કરતા રહેવાથી છોડને હવા તથા સૂર્યપ્રકાશ મળી રહે અને નીંદામણનો પ્રશ્ન દૂર થાય છે.


Download Our B K News Today App



Related News