ભીલડી સહિત તાલુકાઓમાં જળસંકટનો તોળાતો ગંભીર ખતરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 10:49:47
  • Views : 413
  • Modified Date : 2020-12-29 10:49:47

ભીલડી વિસ્તાર સહિત ડીસા તાલુકાના ગામડાઓમાં ભૂગર્ભજળના સંકટનો ખતરો મંડરાયો છે. ભર શિયાળાની સિઝનમાં ભૂગર્ભજળ તૂટતા અનેક ચાલુ હાલતમાં બોરવેલ બંધ થઈ જતા ખેડૂતોની નવા બોર બનાવવાની નોબત આવી પડતા આર્થિક બોજાે વધ્યો છે. ત્યારે હજુ આગામી ઉનાળાની સીઝન આકરી નિવડવાના એંધાણને લઇ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં
પાણીયાળ વિસ્તાર તરીકે ગણાતા ડીસા તાલુકામાં જળ સંકટનો ખતરો રહેલો છે. એ જ સમયે ખળખળ વહેતી બનાસ નદીના કારણે ભીલડી સહિત ડીસા તાલુકાના ગામડાઓમાં
પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું પરંતુ ત્યારબાદ ૪૦૦ થી ૫૦૦ ફૂટે ભુગર્ભ જળ હતું તેના પછી અત્યાર સુધી ૭૦૦ થી ૭૫૦ ફુટે ભુગર્ભ જળ પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સતત ઘટી રહેલા વરસાદ અને બનાસ નદી પર બાંધવામાં આવેલો દોતીવાડા ડેમ પણ ન ભરાતા આ વિસ્તારમાં સતત ભુગર્ભ જળનો ઘટાડો થયો છે ખળખળ વહેતી બનાસ નદી પણ ર્નિજીવ બની જતા ઝડપથી ભુગર્ભ જળ ઉંડુ જઈ રહ્યું છે. જેમાં શિયાળાની શરૂઆતમાં જ ભીલડી વિસ્તાર સહીત ડીસા તાલુકાના ગામડાઓમાં એકદમ ભૂગર્ભજળ ઘટતા ૭૦૦ ફૂટના બનાવેલ બોરોમાંથી પાણીનો આવરો બંધ થઇ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. બોરવેલ ફેલ થઈ જતા ખેડૂતોને માથે આર્થિક બોજનું પણ સંકટ આવ્યું છે. ભૂગર્ભ જળનું સ્તર ૧૦૦૦ ફૂટ ઉપર પહોંચી જતા ખેડૂતોને નવા બોર પણ ૧૦૦૦ ફુટ
ઉપરના બનાવવાની નોબત આવી પડી છે. જેથી હવે ખેતી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે ભૂગર્ભજળ ઉંડા જતા વીજળીનો પણ વપરાશ વધી જતા હવે ખેતી કરવી પણ પોષાય તેમ નથી.
ભીલડી વિસ્તારના અનેક ગામડાઓમાં ચાલુ હાલતમાં રહેલા બોરો માંથી પણ પાણી ઓછું થઈ રહ્યું છે. જેથી આગામી સમયમાં જળસંકટનો ગંભીર ખતરો રહેલો છે સંભવિત ખતરાને લઇ યોગ્ય ર્નિણય લેવાનો સમયનો તકાજાે છે નહિતર આગામી સમયમાં આ વિસ્તારોમાંથી ભૂગર્ભ જળ સ્તર ખતમ થઇ જતાં ખેડૂતોને હીજરત કરવાનો વારો આવશે. જેથી કરી મુશ્કેલીઓ વધશે ત્યારે સરકારે અત્યાર થી જ આ સમસ્યાને લઇ ગંભીરતાથી વિચારવાનુ જરૂરી બની ગયું છે.

Download Our B K News Today App



Related News