ડીસાના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જમવાની વ્યવસ્થા કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 14:52:31
  • Views : 1195
  • Modified Date : 2020-04-28 14:52:31

લોકડાઉનમાં પણ ગરીબો માટે ડીસાના જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી હજારોની સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો છે.  ડીસા ખાતે કાર્યરત જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા દેશમાં લોકડોઉન જાહેર થતા જ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. જેમાં રોજ સવારે અને સાંજે ગરીબ તેમજ શ્રમજીવી લોકોને બે ટાઈમ ભોજન પૂરું પાડવામાં આવતું હતું. ત્યારબાદ કલેકટરના જાહેરનામા બાદ આ સેવાકીય પ્રવૃત્તિ થોડા સમય પૂરતી સ્થગિત રાખવામાં આવી હતી. ત્યારબાદ ફરી સંસ્થાને પરવાનગી મળતા આ ભોજનપ્રસાદની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં વિનામૂલ્યે બે ટાઈમ લોકોને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યુ છે. આ પ્રસાદ આગામી ૩ જૂન સુધી વિનામૂલ્યે આપવામાં આવશે. જેનો જરૂરિયાત લોકોને લાભ લેવા માટે ટ્રસ્ટીગણ તરફથી આહવાન કરવામાં હતું. હાલમાં આ પ્રસાદનો ૧૫૦૦ થી ૨૦૦૦ લોકો લાભ લઇ રહ્યા છે. તેમજ સાથે સાથે સંસ્થા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ ભોજન લેવા આવતા તમામનું થર્મલ ગન દ્વારા તાપમાન પણ માપવામાં આવે છે. આમ તમામ સરકારના સૂચનોને ધ્યાનમાં રાખી આ ભોજનપ્રસાદનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે. 


Download Our B K News Today App



Related News