બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટના એંધાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-06 10:57:57
  • Views : 435
  • Modified Date : 2021-04-06 10:57:57

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા માંડ્યા છે. ડેમમાં હવે માત્ર દશ ટકા જેટલું જ પાણી બચ્યું હોવાથી સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને આગામી સમયમાં ડેમમાં બચેલા પાણીને માત્ર પીવા માટે જ  રાખવામા આવશે.
જિલ્લાના મુખ્ય ડેમ
દાંતીવાડા ડેમમાં આ વર્ષે સારો એવો વરસાદ થતાં લગભગ ૬૭ ટકા જેટલો ડેમ ભરાયો હતો.  અને ડેમના આ પાણીનો
ઉપયોગ શિયાળામાં રવિ સિઝન માટે ૧૫૦૦૦ હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી આપવામાં માટે કરવામાં આવ્યો હતો. રવિ સિઝનમાં પાણી આપ્યા બાદ ડેમમાં અત્યારે માત્ર દશ ટકા જેટલું પાણી શેષ છે. જે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા માટે મોટું જળ સંકટ સર્જી શકે છે. હજુ તો ઉનાળાની માત્ર શરૂઆત થઈ છે ત્યારે દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા માંડ્યા છે. જે આવનારા કઠોર સમયની નિશાની છે. ગત વર્ષે
ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે દાંતીવાડા ડેમમાં ૫૯૧.૮૦ ફૂટ સુધી પાણીનો સંગ્રહ થયો હતો. જે અત્યારે માત્ર ૫૫૪.૨૫ ફૂટ જેટલો છે અને ડેમમાં પાણી ખૂટી જતાં ડેમના સત્તાધિકારીઓ દ્વારા ડેમનું પાણી સિંચાઇ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News