જળશક્તિ અભિયાન યોજનામાં બંધ પડેલ બોર કુવા રીચાર્જનું ખાત મૂહુર્ત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 12:38:04
  • Views : 698
  • Modified Date : 2019-08-20 12:38:04

  ગઢબનાસકાંઠાના ગઢ ખાતે જળ શક્તિ અભિયાન અંતર્ગત બંધ પડેલ બોર અને કુવાને રીચાર્જ કરવાના કામોનું ખાતમુહુર્ત બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદિપ સાંગલેના હસ્તે ગઢ ખાતે ૫૧ કુવા અને બોર રીચાર્જ કરીને અને ગઢ ખાતે આવેલ ઢેઢુડી તળાવનું પાણી ઉતળપી તળાવમાં નાંખવાની પાઈપલાઈનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.પાણીનો સંગ્રહ કરી આવનારી પેઢીઓ પાણીની સમસ્યાના ઉદ્ભભવે તેવા આશયથી ગઢના ખેડૂતો દ્વારા જળસંચયની પધ્ધતી અપનાવતાં જિલ્લા કલેકટર દ્વારા આવા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જળસંચય કરી પાણી બચાવવા માટે વધારેમાં વધારે લોકોમાં જાગૃતિ આવે અને જળનો સંગ્રહ કરી પોતાની જવાબદારી સમજી જળસંચય કરવા માટેનો આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે ઈ.ડીડીઓ અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેકટર વાળા તથા પાણી પુરવઠા ઈજનેર ગુપ્તા, વાસ્મોના મેનેજર પટેલ પાલનપુર મામલતદાર હિતેષ પટેલ, તેમજ ટીડીઓ પરમાર તથા નાયબ ટીડીઓ વ્યાસ તેમજ ગઢના આગેવાનો સરપંચ વસંતભાઈ રાઠોડ, પૂર્વ સરપંચ ખોડીદાસ પટેલ તેમજ આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. 



Download Our B K News Today App



Related News