વાવ પથંકમાં ૯ ઈંચ વરસાદ પડતાં જળ બંબાકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 11:46:08
  • Views : 513
  • Modified Date : 2019-07-30 11:46:08

ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં રવિવાર સાંજે ૬ વાગ્યાથી રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં વાવમાં ૬ વાગ્યાથી રાત્રે મોડા સુધીમાં ૯ ઈચ વરસાદ ખાબક્યો હતો.
વાવમાં લાંબાગાળે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જાવા મળી હતી. વાવ તાલુકામાં મૂસળધાર વરસાદના લીધે વાવ તાલુકાના વાવડી  ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને શાળામાં પાણી ભરાઈ ગયુ હતું. ગામમાં  જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બીજી બાજુ વાવ તાલુકાના માડકા ગામમાં તળાવ ઓવરફલો થતાં પાણી ફરી વળતાં ગામની અંદર કેટલાંય ઘરોમાં પાણી ભરાઈ ગયુ હતું અને માડકા ગામની શાળાઓ પણ પાણીથી ભરાઈ ગઈ હતી. ગામમાં જવાના રસ્તાઓમાં પાણીનું વહેણ ચાલુ હોવાથી ગામ લોકોને ગામમાં જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ગામલોકોને અગાઉ ૨૦૧૫ અને ૨૦૧૭ ના પુરની યાદ આવી ગઈ હતી. માડકા ગામના સરપંચ ગુમાનસિંહ ચૌહાણે જણાવેલ કે અમારા ગામમાં ૧૧ થી ૧૨ કલાકમાં ૯ ઈંચ કરતા પણ વધારે વરસાદ પડયો છે અને વરસાદના લીધે કેટલાંક ઘરોમાં  પાણી ભરાઈ ગયેલ છે અને ખેતરોના ધોવાણ પણ થયેલ છે. ખેતી પાકને પણ નુકસાન પણ થયેલ છે .ગામની અંદર પાણીનો પ્રવાહ ચાલુ છે. વહીવટી તંત્ર દ્ધારા ગામની મુલાકાત પણ લેવામાં આવી છે. વાવના મોરીખા ગામે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા અને વાવના વાવડી માડકા અને મોરીખા ગામોમાં પણ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ ઊંચાણવાળા   વિસ્તારમાં સ્થાળાંતર કર્યુ હતું.  ૧૨ કલાકમાં ૯ ઈંચ જેટલો વરસાદ ખાબકતા વાવ પંથકમાં કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકામાં લાંબાગાળે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ચોમાસુ શરૂ થયાને એક માસ વિતી ગયા બાદ રવિવારે સાંજના સમયે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વાવણી લાયક વરસાદ પડતાં અને ખેડૂતોએ અગાઉ કેનાલ પર કરેલ પિયતને પાણી મળતા વિવિધ પાકને જીવતદાન મળ્યુ છે. બીજી તરફ નિચાણવાળા ભાગોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Download Our B K News Today App



Related News