ડ્રાઈવિંગ લાયસન્સ કેમ્પમાં લાયસન્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ જળ બચાવોનો સંકલ્પ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 11:33:18
  • Views : 375
  • Modified Date : 2020-02-27 11:33:18

આર.ટી.ઓ.કચેરી પાલનપુર મુકામે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ અને આરટીઓ કચેરી દ્વારા ગુજરાતમાં યોજવામાં આવતા સૌ પ્રથમ ખાસ વિદ્યાર્થી ડ્રાયવિંગ લાઇસન્સ કેમ્પ અંતર્ગત લાયસન્સ પ્રાપ્ત કરનાર ૭૨૦  વિદ્યાર્થીના    ડ્રાઈવિંગ લાયસન્સ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પોની વિશેષતા એ છે કે, સવારે ૮ઃ૦૦ થી ૧૦ઃ૩૦ ના સમય દરમિયાન વિદ્યાર્થીઓ માટે ખાસ આરટીઓ કચેરી કાર્યરત રહે છે અને વિદ્યાર્થીઓને માત્ર સરકારી ફીના ધોરણે તેમનો અભ્યાસનો સમય વ્યથિત ના થાય એ રીતે સરળતાથી ડ્રાઈવિંગ લાયસન્સ કેમ્પ યોજવામાં આવે છે. આ સમગ્ર કેમ્પોમાં વિદ્યાર્થીઓ અને આરટીઓ કચેરી વચ્ચેનું સંકલન સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેમજ પરીક્ષા માટે વાંચવાનું મટેરિયલ પણ ફ્રીમાં આપવામાં આવે છે.
આ ડ્રાઈવિંગ લાયસન્સ વિતરણ કાર્યક્રમની સાથે-સાથે આ દરેક ડ્રાઈવિંગ લાયસન્સ પ્રાપ્ત કરનાર યુવાનો બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં જળ બચાવો અભિયાન માટે લોકજાગૃતિનું પણ કામ કરશે જેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ જાતે પોતાના ઘરે પાણીનો બગાડ ના થાય એ માટે જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યા હતા અને બેનર પર સિગ્નેચર અભિયાનમાં સહી કરી પોતાની સંમતિ દર્શાવી હતી.
આ સુંદર કાર્યક્રમમાં  જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા,  ઉત્તર-ગુજરાત યુનિવર્સિટીના એક્સ્યુકિટીવ કાઉન્સિલ અને સદભાવના ગ્રુપના ચેરમેન હરેશ ચૌધરી, પ્રાંત ઓફિસર પાલનપુર શિવરાજ ગીલવા, જિલ્લા ભાજપ મહામંત્રી  અમૃતભાઈ દવે, આરટીઓ બનાસકાંઠા ડી.એસ પટેલ, જાણીતા તબીબ સુરેન્દ્ર ગુપ્તા, વિદ્યામંદિર કેમ્પસ ડાયરેક્ટર હસમુખ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News