કાંકરેજના થરામાં આવેલા ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 11:51:32
  • Views : 711
  • Modified Date : 2020-11-09 11:51:32

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલ છે. જે ભારતભરના યદુવંશી ભરવાડ સમાજની ગુરૂગાદી છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીક્રૃષ્ણએ અહી શિવલીંગની સ્થાપના કરી હતી અને ભરવાડો અહી સ્થિર થયા હતા. સ્થિરમાંથી સ્થિરા અને સ્થિરામાંથી થરા શબ્દ પરથી આ ગામનુ નામ થરા પસ્થ. વ્રુંદાવનથી ભરવાડો સાથે આવેલી ગાયનો વંશ વેલો આજે કાંકરેજી ગાય તરીકે પ્રસિદ્ધ છે.  ૧૩માં સૈકામાં વિધર્મીઓ દ્વારા અહીં આક્રમણ થયુ જેમા જસરાજ ઝાઝાવડા સાથે પાંચ હજાર જેટલા ભરવાડો વિરગતીને પામ્યા અને વિધર્મીઓને નઈ નમવાની ટેક માટે જસરાજ ઝાઝાવડાએ પોતાનુ મસ્તક કાપી ગ્વાલીનાથના શિવલીંગ પર ચડાવ્યુ હતુ. આ મંદિરમા પુરી સંતો જે ભરવાડ સમાજમાંથી આવે છે તેમને આ મંદિરની પરંપરાને અકબંધ રાખી છે. જેમાં પરમ પૂજ્ય હરદેવપુરી, પરમ પુજ્ય રૂગનાથપુરી, મહા તપસ્વી નરભેપુરી અને સંત શિવપુરી
બાપુએ આ જગ્યાને તપ ત્યાગ અને સાધાના દ્વારા ચેતનવંતી બનાવી છે. શિવપુરીબાપુના
પરમ શિષ્ય મહામંડલેશ્વર ઘનશ્યામપુરી મહંત
પદે બિરાજે છે. આ મંદિરની કલાત્મક મૂર્તિઓ અને કોતરણી આબેહૂબ કોતરવામાં આવી છે. મંદિરનો જીર્ણોદ્ધાર સ.ને.૨૦૦૫ માં કરવામાં આવ્યો ત્યારે ભારતભરમાંથી ભરવાડ સમાજ
પધારયા હતા. આ જગ્યાએ મહાવદ તેરસ, શ્રાવણસુદ પૂનમ (બળેવ) તથા શ્રાવણવદ આઠમ (જન્માષ્ટમી) એમ વર્ષમાં ત્રણ વખતના મેળામાં ભારત ભરમાંથી ભરવાડ સમાજ ઝાઝાવડા મંદિરે દર્શનાર્થે આવતા હતા. આ મહાદેવ દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે.

Download Our B K News Today App



Related News