પાટણ ખાતે જૈનાચાર્યોના ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:51:41
  • Views : 417
  • Modified Date : 2019-04-28 12:51:41

પાટણ ખાતે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મ.સા. તથા અન્ય જૈનાચાર્યોનું શનિવારે આગમન થતાં ખેતલાવાસી જૈન સંઘ દ્વારા રાજકાવાડા ખાતે ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા અને વાજતે ગાજતે નગરપ્રવેશ કરાવ્યો હતો. જૈન ઉપાશ્રય ખાતે આચાર્ય ભગવંતનું માંગલીક પ્રવચન યોજાયું હતુ.તપાગચ્છીય પ્રવરસમિતિ કાર્યવાહક, મહામાંગલીક પ્રદાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન માર્ગદર્શક પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મોક્ષરત્નસુરીશ્વરજી મ.સા. તેમજ આદીઠાણા શનિવારે સવારે પાટણ નગરમાં પ્રવેશ કરતાં રાજકાવાડા ખાતે ખેતલાવાસી જૈન સંઘ દ્વારા ગુરૂભગવંતોના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા અને વાજતે ગાજતે નગર પ્રવેશ કરાવી પાટણમાં ગુરૂભક્ત મનુભાઇ શાહના ઘરે પાવન કરીને જૈન ઉપાશ્રય ખાતે પધારેલ અને જ્યાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો હાજર રહેતા પૂ. આચાર્ય ભગવંતે માંગલીક પ્રવચન આપેલ. તેમજ પં.શ્રી ધર્મવિજય મ.સાના સર્વગારોહણ તિથી નિમિતે ગુણાનુવાદ, પ્રભાવના, નવકારસી રાખવામાં આવેલ અને આ પ્રસંગે ગુરૂભગવંતે પોતાના દિવ્ય પ્રવચનમાં લોકોને જણાવેલ કે મા-બાપ ઘરમાં રહેલા જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે, જેથી પહેલાં તેમની સેવા કરવી જોઇએ. આ પ્રસંગે પાટણ તેમજ અન્ય જગ્યાઓથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા અને આચાર્ય ભગવંતના દર્શનનો લાભ લીઘો હતો. તેમજ મોડી સાંજે તેઓએ પોતાના સકળસંઘ સાથે વિહાર કર્યો હતો. તેઓ રવિવારે સવારે ઉંદરા ગામે જીવીત મહોત્સવમાં હાજરી આપશે અને ત્રણ દિવસના રોકાણ પછી  બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા પહોંચી ત્યાં થનાર આગામી કાર્યક્રમમાં હાજરી આપશે.

 

Download Our B K News Today App



Related News