જૈન સમાજે સી.આર. પાટીલને 101 કિલો ચાંદીથી તોલી રજતતુલા સન્માન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 12:57:33
  • Views : 335
  • Modified Date : 2020-11-09 12:57:33

            વેસુનાં વિજયાલક્ષ્મી હોલમાં 8મી નવેમ્બરે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સુરતના જૈન સમાજ દ્વારા 101 કિલો ચાંદીથી રજતતુલા સન્માન કરાયું હતું. સુરતમાં બિરાજમાન જૈનાચાર્યો દ્વારા સી.આર.પાટીલ માટે આશીર્વાદપત્રો અપાયા હતા, એનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સુરેશ ડી. શાહ આલ્બમ સી.આર.પાટીલને અર્પણ કર્યો હતો. સી.આર.પાટીલને તેમના જ વજન જેટલી ચાંદીમાં તોલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 150 અગ્રણી સામેલ થયા હતા. આ સમારોહમાં કન્વીનર સુરેશ શાહ, એસ.પી.શાહ, ચીનુભાઇ દોશી, જયંતીભાઇ, હસમુખભાઇ કોઠારી, ડો. સંજયભાઇ શાહ, શિવલાલભાઇ જૈન, ભીખાભાઇ દોશી, નીતિનભાઇ અદાણી, ચીનુભાઇ દોશી, હર્ષ સંઘવી, દિલીપભાઇ મહેતા અને કાંકરેજના ધા. કીર્તિસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.રજતતુલા અભિવાદન સમારોહ સમિતિના કન્વીનર જૈન અગ્રણી તેમજ અનેક ટ્રસ્ટ, જૈન સંસ્થાઓના ટ્રસ્ટી તથા અનેક જૈન કાર્યક્રમના ઉદઘોષક સુરેશ ડી. શાહે કહ્યું હતુ કે સીઆર પાટીલ સાહેબ સુરતના છે અને વર્ષો પછી ફરીથી સુરતને ગુજરાત પ્રદેશ ભાજપનું અધ્યક્ષપદ સી.આર.પાટીલને મળ્યું છે, જેથી અમે સૌપ્રથમવાર રજતતુલાથી સન્માન કરી રહ્યા છીએ. ભારતભરના ઇતિહાસમાં કોઈ રાજકીય નેતાનું જૈન સમાજ દ્વારા રજતતુલા થયું હોય તેવો આ પ્રથમ બનાવ છે. પાટીલનું સન્માન અમે એટલા માટે કરીએ છીએ કે સાહેબ ઓછું બોલીને કામ વધુ કરવાવાળી વ્યક્તિ છે. સી.આર.પાટીલનું વ્યક્તિત્વ જ એવું છે કે નાનામાં નાનો માણસ પણ એમને પાસે આવે તો સરસ રીતે એનું કામ કરી આપે છે. આ વ્યક્તિની સાથે તેમના વ્યક્તિત્વનું સન્માન છે. જૈન ધર્મ હંમેશાં કહે છે, ગુણીના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. એ ન્યાયે આવા ગુણવાન વ્યક્તિઓનું સન્માન થવું જ જોઈએ.જૈન સમાજ હંમેશાં સારું કામ કરનારને વધાવે છે. સી.આર.પાટીલના 31 વર્ષના ભાજપના શાસન કાળમાં તેઓ દ્વારા જૈન સમાજનાં ઘણાં કામો થયાં છે. પાટીલનું સન્માન એ આખા ગુજરાતની સાથે રાષ્ટ્રધર્મનું સન્માન છે. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી તેમનો કાર્ય કરવાનો ઉત્સાહ વધતો રહે તેવા હેતુથી જૈન સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અમારા ગુરું ભગવંતો પણ કહેતા હોય છે કે જેનામાં રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી ન હોય તે ગમે તેટલો ધર્મ કરે તો પણ તેની કિંમત નથી. અપેક્ષાએ સૌથી પહેલા રાષ્ટ્ર ધર્મ છે અને જેઓ રાષ્ટ્રની સેવા કરવા માટે પોતાની જાતને પણ સમય નથી આપતા એવા સી આર પાટીલનું સન્માન માત્ર જૈન સમાજ દ્વારા જ નહીં, સમગ્ર સુરત શહેર દ્વારા થવું જોઈએ એવી લાગણી વ્યક્ત કરીએ છીએ. આગામી દિવસોમાં સી.આર. પાટીલ ગુજરાતની ઉત્તમ સેવા કરી અને દેશના કાર્યમાં આગળ વધે અને જૈન સમાજ દ્વારા તેમનું સુવર્ણતુલા થાય એવાં કાર્યો વ્યવસ્થિત કરવાની તેમની ક્ષમતા છે. તેમની ઇચ્છાશક્તિ, કાર્યશક્તિ અને મેનેજમેન્ટ પાવરને મેં જોયો છે. એ જલદીથી દેશના રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવે અને એનો લાભ સુરતના મળે તેવી આશા રાખીએ છીએ.

Download Our B K News Today App



Related News