સુરતમાં જૈનાચાર્ય શ્રી પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા.નું મહામાંગલીક યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:40:47
  • Views : 409
  • Modified Date : 2019-04-30 12:40:47

સુરત ઇશિતા-પાર્ક (અડાજણ) ખાતે વદ-૧૦ (દશમ) નું મહા માંગલિક પ.પૂ.આ.ભ.શ્રી.વિજય પ્રબોધચંદ્રવિજયજી મહારાજા (ચકાચક) ના સ્વમુખે યોજાયું.આ પ્રસંગે ભારતભરમાંથી ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારે વિહાર કરી પુજ્ય આચાર્ય ભગવંત શ્રી તેમજ આદીઠાણા સાધુ સાધ્વી ભગવંતો સાથે ઇશિતા પાર્ક મધ્યે પધાર્યા હતા.  ત્યાં સંઘોએ તેમજ ગુરૂભક્તોએ તેમનું સ્વગત-સામૈયું કર્યુ હતું.  ઉપરોક્ત પ્રસંગે પધારેલા દરેક ગુરૂ ભક્તો પુજ્ય ગુરૂદેવના સન્મુખે માંગલીકનું શ્રવણ કરી ભાવવિભોર બન્યા હતા. તેમજ આ પ્રસંગે શહેરના મેયર નીરવ શાહ પણ પધાર્યા હતા. શાહે પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષો સુધી જૈન શાસનની અને જીવદયાની સેવા મારા હાથે થતી રહે તેવા ગુરૂદેવ પાસે આશીર્વાદ માંગુ છું. તેમજ આ પ્રસંગના લાભાર્થી ચંદ્રાબેન મનહરલાલ રતિલાલ શાહ (ભાવનગર વાળા ઝમકુડી પરિવાર)નું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News