જૈન જૈન કરીને ધર્મના નામે રાજનીતિ કરવા વાળાઓથી સાવધાન ઃ હાર્દીક હુંડીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 06:14:17
  • Views : 561
  • Modified Date : 2019-04-07 06:14:17

જેનો કોઈ આધાર નથી
પરંતુ પોતાનું નામ સમાજમાં કેવી રીતે ઉંચું રહે  તે જ ફીરાકમાં રહેનાર ધર્મના નામ ઉપર રાજનીતિ  ન કરે અને જો કોઈ કરતું હોય તો સાવધાન થઈ જાઓ આ વાત ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દીક હુંડીયાએ જણાવી હતી.
 તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેનો ફાયદો લઈને જેને કોઇ પુછતું નથી એવા કેટલાંક લોકો ધર્મના નામે રાજનીતિ શરૂ કરી દે છે. જૈન જૈન બોલીને
આપણા દેશના ભાઈઓથી અલગ કરવાનું ગંદુ ષડયંત્ર કરનારાથી આપણે સાવધાન થવાની જરૂર છે. કેટલા જૈનને ટિકીટ મળી ? કયા પક્ષે કેટલા જૈનોને ટિકીટ આપી આ બધી વાતો જૈન ધર્મને સમજનાર નથી કરતા. જૈન ધર્મ એક અણમોલ ધર્મ છે. જૈન ધર્મમાં
રાજનિતના પાઠ જેણે ભણ્યા છે તે કયારેય ધર્મ નામે પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ નહીં કરે. તે ફક્ત નીતિ પર ચાલવા માટે જ કરશે.
જૈન ધર્મને અનુસરનાર જો કાબેલિયત હશે તો તેને કોઈ
પણ પક્ષ ટિકીટ આપશે. પરંતુ હવે ધર્મનું નામ લઈને પોતાની દુકાન ચલાવનારને સમાજની સામે ખુલ્લા કરવાનો સમય આવી ગયો છે. સંસારનો ત્યાગ કર્યો પછી પણ સાંસારીક પ્રવૃત્તિઓ કરવા વાળા પોતાની જાતને જૈન સાધુ કહેવા વાળાઓને  ઘરે મોકલી દો. આ વાત આઈજાના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દીક હુંડીયાએ જણાવી હતી. સાંસારિક પ્રવૃત્તિઓ જેમ કે મોટા મોટા ઉદ્યોગપતિઓને બોલાવીને અવોર્ડ આપવા, વ્યાપારના મેળાવડા કરવા અન આવા મેળાવડામાં વેપારીઓના સ્ટોલ  લગાડાવીને આવી સાંસારિક પ્રવૃત્તિઓના કાર્યને પ્રોત્સાહન આપવું તે જૈન સાધુઓનું કામ નથી. સાધુએ સંસારની બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યો છે અને તે છતાં જો તે સાધુ સાંસારિક પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા હોય તો તે સાધુને સાંસારિક કપડાં
પહેરાવીને સંસારમાં પાછા મોકલાવી દો જેથી કરીને
પોતાનું જીવન ખરાબ કરનાર બીજાનું જીવન પણ ખરાબ ના કરે. એક સંસારી આત્મા દિક્ષા લઈને પોતાનું જીવન
પરમાત્માના બતાવેલ માર્ગ ઉપર ચાલે  છે. પોતાના આત્માના કલ્યાણની સાથે સાથે આપણા સૌના આત્માનું કલ્યાણ કરે છે.
સાધુ વેશમાં સાંસારિક પ્રવૃત્તિ કરનારા સાધુ પોતાનું જીવન તો બગાડે છે સાથે સાથે જૈન ધર્મના અનુયાયીઓનું
પણ જીવન ખરાબ કરે છે . તે કરતા આ લોકો સંસારમાં જ રહે. જૈન સાધુની પૂજા અને વંદન જૈન અને અજૈન બધા જ કરે છે. પરંતુ સાધુ વેશમાં બેસીને સંસારી પ્રવૃત્તિઓ કરવાવાળા  ધર્મ અને સમાજ બંનેનું નુકસાન કરે છે. કેટલાંક જૈન ધર્મના અનુયાયી પોતાના સ્વાર્થ માટે ચૂંટણીનો પ્રચાર
પણ જૈન સાધુ પાસે કરાવે છે. જે સરાસર બન્ને માટે ખોટું છે. વિશ્વવંદનીય જૈન ધર્મની સંસારમાં એક અલગ ઓળખ છે. આ ધર્મમાં તેના નિયમોને અવગણીને કોઈ પણ ખોટી પ્રવૃત્તિઓ ના થાય તેનું ધ્યાન રાખવાની ચતુર્વીઘ સંઘની ફરજ છે.

Download Our B K News Today App



Related News