ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં લંબી વાયરસથી બચાવવા માટે જય બહુચર ગૌ સેવા ગ્રુપે વિવિધ ઔષધીઓના દેશી આયુર્વેદિક લાડુ ઘરે ઘરે જઈ પશુઓને ખવડાવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 12:02:51
  • Views : 283
  • Modified Date : 2022-07-28 12:02:51

ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં લંબી વાયરસથી બચાવવા માટે જય બહુચર ગૌ સેવા ગ્રુપે વિવિધ ઔષધીઓના દેશી આયુર્વેદિક લાડુ ઘરે ઘરે જઈ પશુઓને ખવડાવ્યા હતા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ કહેર મચાવી રહ્યો છે ત્યારે ડીસા ના ગ્રામીણ વિસ્તારોમાં લંબી વાયરસ થી બચાવવા માટે જય બહુચર ગૌ સેવા ગ્રુપે વિવિધ ઔષધીઓના દેશી આયુર્વેદિક લાડુ ઘરે ઘરે જઈ પશુઓને ખવડાવ્યા હતા સાથે પશુપાલકોને જાગૃત પણ કર્યા હતા

 

ડીસામાં લંપી વાયરસ સંક્રમિત પશુઓની સંખ્યા વધી રહી છે જેથી પશુપાલકો માં પણ ભય ફેલાયો છે તેવામાં ડીસાની જય બહુચર ગૌ સેવા ગ્રુપે પશુઓને વાયરસ થી બચાવવા માટે સેવાકીય અભિયાન હાથ ધર્યું છે. ગ્રુપના સભ્યોએ ઘી, ગોળ, ઘઉનો ભયડુ, તુલસીનું પાણી, મરી, કાળુ જીરું અને હલ્દી સહિતની ઔષધીઓ નું મિશ્રણ કરી આયુર્વેદિક લાડુ બનાવ્યા છે અને આયુર્વેદિક લાડુ તેમજ લંપી વાયરસની ગોળીઓ ઘરે ઘરે અને ખેતરે ખેતરે ફરી પશુઓને ખવડાવી રહ્યા છે. સાથે પશુપાલકોને પશુઓને સ્વચ્છ જગ્યાએ રાખવા માટે અને કોઈપણ પ્રકારની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના પશુ સારવાર કેન્દ્રમાં લઈ જવા માટે અથવા પશુ ડોક્ટર નો સંપર્ક કરવા માટે માહિતી આપી જાગૃત કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News