બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:54:58
  • Views : 2626
  • Modified Date : 2020-04-18 11:54:58

ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ના હુકમથી સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવાનો હુકમ થયેલ છે. જેથી સોશિયલ ડિસ્ટન્સીંગથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. આમ છતાં કેટલાય લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી રહ્યા હોવાના કારણે કોરોના વાયરસનું સંક્રમણ થવાની શકયતાઓ નકારી શકાય નહી. જેથી આવા બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનનું ચુસ્તપણે અમલવારી કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી હોઇ, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અને જી.પી.એકટની કલમ-૩૩ (૧) તથા ૩૭ (૩) અન્વયેનું અનુલક્ષીને જાહેરનામું બહાર
પાડવામાં આવેલ. તેમજ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૧૪/૪/૨૦૨૦ના જાહેરનામાથી સમગ્ર રાજયમાં વધુ ૧૯ દિવસ માટે એટલે કે તા.૧૫/૪/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાક થી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જેને અનુલક્ષીને જાહેરનામુ બહાર પાડવું આવશ્યક જણાય છે. સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા
પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમની ક.૩૩ (૧) તથા ૩૭ (૩) અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ- ૩૪ થી મળેલ સત્તાની રૂએ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઇ છે.
(૧) સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કોઈપણ વ્યકિતએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહી કે અવર-જવર કરવી નહીં અને જિલ્લાની હદ ક્રોસ કરવી નહી. તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી.  જે વ્યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં રોકાયેલ હોય તેમજ હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ જાહેરનામુ તા.૧૭/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.  આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ
કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News