ધાનેરામાં મોટા વાહનો કરી રહ્યા છે જાહેરનામાનો ભંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 11:21:01
  • Views : 446
  • Modified Date : 2020-01-22 11:21:01

 ધાનેરામાં રેલ્વે પુલની કામગીરી ચાલુ હોવાથી મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે અને તેમાં પણ મોટા માલવાહક વાહનોને અલગ રસ્તે ડાયવર્ઝન આપવામાં આવેલ હોવા છતાં આ વાહનો ધાનેરામાંથી નીકળતા હોવાથી રોજે રોજે અકસ્માત સર્જી રહ્યા છે. તેમ છતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે મંગળવારે સ્થાનિક લોકોએ ચક્કાજામ કરતા તંત્ર ઉડતું થવા પામ્યું હતુ અને આ મોટા વાહનો બંધ કરવાની ખાત્રી પણ આપી હતી.
ધાનેરામાં રેલ્વે પુલનું કામ ચાલતુ હોવાથી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે અને જેમાં જે ધાનેરા-ડીસા તરફના (૩.૫ મીટર કરતાં ઓછી ઉંચાઇવાળા) વાહનો તેમજ સરકારી બસ માટે ડાયવર્ઝન આપેલ રસ્તો ધાનેરા સીટીમાં થઇ રેલ્વે ઘરનાળુ, ફતેપુરા, સોતવાડા, સામરવાડા તરફ જવાનું અને આવવાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ગ ઉપર ઓવરલોડ રેતી ભરીને ડમ્પરો બજારોની વચ્ચે ચાલતા હોવાથી અવાર-નવાર અકસ્માત સર્જી રહ્યા છે અને જાહેરનામાનો ભંગ કરતા હોવા છતાં પોલીસ દ્વારા આવા લોકોને છાવરવામાં આવતા હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરમાંથી નીકળતા ભારે માલવાહક વાહનોના લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ અન્ય સમસ્યાઓના કારણે રોજે-રોજ નાના-મોટા અકસ્માતો થઇ રહ્યા છે. સોમવારે એક વિદ્યાર્થીને અડફેટે લેતાં વિદ્યાર્થીનો પગ
કપાવવાની નોબત આવી હતી જેથી આ બાબતે લોકોએ
પોલીસને પણ અવાર-નવાર જણ કરવા છતાં પોલીસ દ્વારા આ ડમ્પરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી જ હોવાથી સ્થાનિક લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને આવા મોટા વાહનોને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા. રસ્તાઓ બ્લોક કરતાં રસ્તાઓ ચક્કાજામ થયા હતા અને ધારાસભ્ય પણ આવી પહોંચતા તેઓ પણ લોકો સાથે આ રસ્તા વચ્ચેજ બેસી ગયા હતા અને જાહેરનામો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવા માટે માલતદારને રૂબરૂ બોલાવી રજૂઆત કરી હતી. જેથી એક કલાક સુધી રસ્તો બંધ રહેતા મોટી કતારો લાગી જવા પામી હતી. અંતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ખાત્રી આપતા લોકોએ રસ્તો ખાલી કર્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો.


Download Our B K News Today App



Related News