અમૂલ ડેરીએ ગ્રાહકોને લોભાવવા જાહેરાત છાપી છેતરપિંડી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:24:59
  • Views : 892
  • Modified Date : 2021-01-21 11:24:59

અમૂલ ડેરી દ્વારા ૫૦૦ મીલી દૂધની થેલી ઉપર કાજુ દ્વાક્ષના કોમ્બો ઉપર એક કોમ્બો પેક ફ્રી આપવાની જાહેરાત પ્રિન્ટ કરવામાં આવી છે. દૂધની થેલીઓ શહેરના તમામ પાર્લર ઉપર વેચાણ કરવામાં આવી રહી છે. જાહેરાત જાેઇને ગ્રાહકો ખરીદી પણ કરતા હોય છે.
પરંતુ જાહેરાત મુજબ ગ્રાહકોને ફ્રી પેક આપવામાં આવતી નથી. પરિણામે દુકાનદાર અને ગ્રાહક સાથે બબાલ થવાના બનાવો બની રહ્યા છે. જ્યારે અમૂલ ડેરી લોભામણી જાહેરાત આપી છેતરપિંડી કરી રહી છે.
સરકારી સંસ્થા હોય કે અર્ધ સરકારી સંસ્થા કે પછી હોય ખાનગી સંસ્થા ગ્રાહકોને આકર્ષવા માટે લોભામણી જાહેરાત આપતી હોય છે. મોટાભાગના ગ્રાહકો ફાયદો સમજીને ખરીદી કરતા હોય છે. ગાંધીનગર શહેરમાં મોટાભાગે અમૂલના દૂધની માંગ રહેતી હોય છે. જેને લઇને અમૂલ ડેરીના સત્તાધિશો દ્વારા અમૂલ દૂધની ૫૦૦ મીલી દૂધની થેલી ઉપર રૂ.૨૦ની છુટની જાહેર ખબર છાપવામાં આવી છે. જેમાં કાજુ દ્રાક્ષ કોમ્બો પેક (૭૫૦ મીલી)ની ખરીદી ઉપર અન્ય એક મફતની જાહેર ખબર આપવામાં આવી છે. પરંતુ અમૂલ ડેરી દ્વારા આ જાહેરાત આપ્યા બાદ ગ્રાહકોને
આપવામાં આવતી નથી.
શહેરમાં અમૂલ દૂધનુ વેચાણ કરતા એક દુકાનદારે નામ નહિ આપવાની શરતે કહ્યુ હતુ કે, લોકડાઉન સમયથી આ જાહેરાત આપવામાં આવી રહી છે. જાહેરાત જાેઇને ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે. પરંતુ જ્યારે ગ્રાહક અમારી પાસે અન્ય એક ફ્રી માગે ત્યારે અમારી સાથે ઘર્ષણ થાય છે. અમારે તેમને સમજાવવા પડે છેકે આ જાહેરાત પ્રિન્ટ કરાઇ છે. પરંતુ અમને ડેરી દ્વારા જથ્થો આપવામાં આવતો નથી. શા માટે જથ્થો આવતો નથી, તેની પણ માહિતી અમને આપતા નથી. પરંતુ એક વાત સાચી છેકે, જાહેરાત અમૂલ દૂધની થેલી ઉપર આપવામાં આવી રહી છે.
ગ્રાહક રમેશભાઇ પટેલે કહ્યુ હતુ કે, અમૂલ ડેરી આ પ્રકારે જાહેરાત આપીને ગ્રાહકોને લોભાવી છેતરપિંડી આચરી રહી છે. જાે આવી જાહેરાત આપીને ગ્રાહકો સાથે  છેતરપિંડી કરવામાં આવશે તો ડેરી આગામી સમયમા ગ્રાહકનોનો વિશ્વાસ ખોઇ નાંખશે.

Download Our B K News Today App



Related News