કોરોનાની મહામારીના કારણે આગામી દિવસોમાં આવતી કોઇપણ પ્રકારની જાહેર ઉજવણી પર પ્રતિબંધ - પ્રદિપસિંહ જાડેજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 10:59:11
  • Views : 474
  • Modified Date : 2020-08-08 10:59:11

ગૃહ રાજય મંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારીને ધ્યાને રાખી વિવિધ પદયાત્રા- સંઘો, સેવા કેમ્પના આયોજકો તેમજ ગણપતિ મહોત્સવ મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોમાં જાહેર ઉજવણી ન કરવા અનેક રજૂઆતો મળેલી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમજ  રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોક મેળાઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે ર્નિણય કરેલ છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વિવિધ મંડળના આગેવાનોએ સરકારને કરેલી રજૂઆતના આધારે રાજ્ય સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે. આગામી ઓગસ્ટ મહિના દરમિયાન જેટલા તહેવારો આવે છે, એમાં કોઈ પણ પ્રકારની શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા કે તાજીયા, તાજીયાના જુલૂસ, શોભાયાત્રા સ્વરૂપે મૂર્તિ વિસર્જન આ તમામ પ્રકારની જાહેર ઉજવણી બંધ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે.
આ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામાપીરનો મેળો,  ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પો અને મહોરમ – તાજીયાના જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે જે આ વખતે યોજાશે નહીં.

Download Our B K News Today App



Related News