થરામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની જાહેર સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 07:24:35
  • Views : 491
  • Modified Date : 2019-04-10 07:24:35

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ગઈ કાલે તાણા રોડ શિશુ મંદિરની બાજુમાં ૩-પાટણ લોકસભા, કાંકરેજ વિધાનસભામાં  કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની જાહેર સભા યોજાઈ. સભાને સંબોધતા રૂપાલાએ કહેલ કે ૩ - પાટણ લોકસભાના બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ (ડાભી) ઠાકોરને બહુમતીથી જીતાડી નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા દિલ્લીની ગાદીએ મૂકવા પડશે. નરેન્દ્રભાઈએ ભાજપાની સરકારે જે વિકાસના કામો કર્યા તેનો ચિતાર રજૂ કરેલ."વર વગરની જાન પરણવા નીકળી" તેવી પરિસ્થિતિ કાંગ્રેસ પાર્ટીની છે." ગજની ઘોડીને સવા ગજનું ઠાઠા જેવી" વાત કોંગ્રેસ પાર્ટીની છે. અંતે એટલુંજ કહું છું કે ૨૩ મી એપ્રિલે તમારૂં તથા તમારા પરિવાર ને અચૂક મતદાન કરી  ૩-પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને વોટ આપી અપાવી  કમળ ખીલવી દિલ્લીની ગાદીએ મૂકવા આહવાન કરેલ.
જેમાં રણછોડભાઈ રબારી, સુખદેવસિંહ સોઢા, ભરતભાઈ રાજગોર, કીર્તિસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, ભારતસિંહ ભાટેસરીયા, ગિરીશભાઈ પટેલ,  પ્રવીણભાઈ માળી, ભારતીબેન ઠક્કર, પ્રુથ્વીરાજ સિંહ વાઘેલા, વસંતજી ઘાઘોસ, ડા.રાજુભાઈ બ્રહ્મભટ, કિશોરભાઈ પ્રજાપતિ, ઉમેશભાઈ પ્રજાપતિ, હંસપૂરી ગૌસ્વામી, ઝેણુભા વાઘેલા, ડાહ્યાભાઈ પીલીયાતર, ઈશ્વરભાઈ પટેલ, ભરતસિંહ ભલગામ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા કાંકરેજ તાલુકામાંથી વિશાળ સંખ્યામાં  જનમેદની ઉપસ્થિત રહેલ.
 

Download Our B K News Today App



Related News