યાત્રધામ અંબાજીના વિકાસ કામોની સ્થિતિ જાણવા યાત્રાધામ મંત્રીએ જાહેર મીટિંગ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:46:33
  • Views : 456
  • Modified Date : 2019-06-29 11:46:33

કરોડો - લાખો ભક્તોનું આ આસ્થાનું સ્થાનક જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાતનું પ્રાચીન શક્તિપીઠ છે. ત્યારે  સૌથી મોટા તીર્થધામ તરીકે વિકસાવવાના મોટા પ્રોજેક્ટ સાથે આજે જગવિખ્યાત ધામ અંબાજી મંદિરના મીટિંગ હોલમાં જાહેર મીટિંગ યાત્રાધામ વિકાસ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ધામમાં હાલમા
પડતી સમસ્યાને કાયમી ધોરણે હલ કરી નવા વિકાસ કામોની સ્થિતિ જાણવા અને કામોનું સ્ટેટસ જાણવા માટે  બનાસકાંઠા જિલ્લાના મોટા મોટા અધિકારીઓની હાજરીમાં યાત્રાધામ મંત્રીએ મેરેથોન મીટિંગ કરી હતી. આ મીટિંગમા યાત્રાધામ મંત્રીએ જણાવ્યુ હતું કે ભાદરવી મહામેળો ૨૦૧૯ પણ પ્લાસ્ટિકમુક્ત યોજાશે. સાથે બેટી બચાવો, સુઘોષિત  ગુજરાત અને શેરી નાટક કરી જગ્યા જગ્યાએ જાહેરાત કરવામાં  આવશે સાથે મીટિંગમાં મહત્વના ૨૫ મુદ્દાઓની ચર્ચા કરી ઝડપી અમલ કરવા માટે તમામ વિભાગોને જણાવવામાં આવ્યું હતું.
 દેશના ૫૧ શક્તિપીઠો
પૈકી અંબાજી આધ્ય શક્તિ
પીઠ તરીકે જાણીતું છે. ત્યારે આધામની વિકટ સમસ્યાઓ સફાઈ, બાયપાસ રોડ અને ટ્રાફીકને લઇ મંત્રીએ તમામ વિભાગના વડાઓ સાથે ચર્ચાઓ કરી તમામ કામો ઝડપી પુરા કરવા સૂચનો કર્યા હતા. આજની મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડા પણ આ કામો જલ્દી પૂર્ણ થાય અને લોકોને ઝડપી સુવિધાઓ મળે તે વાત પર ભાર મુક્યો હતો. મીટિંગમાં પોલીસ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે અંબાજીમાંના પા‹કગ જોનમાં કોઈ પણ ગાડીઓ પાર્ક થવી જોઈએ નહીં. આ ધામમાં સફાઈ પણ બરાબર થાય તે વાત પર ભાર મુક્યો હતો. મીટિંગમાં બનાસકાંઠા જિલ્લાના મોટામોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ ગબ્બર પર્વત ઉપર માતાજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ચુંદડી વાળા માતાજીના આશીર્વાદ પણ લીધા હતા.

Download Our B K News Today App



Related News