વાવ તાલુકાના માવસરી ગામને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-17 11:22:04
  • Views : 789
  • Modified Date : 2020-04-17 11:22:04

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ના કુલ-૧૦, ૦૦૦થી વધારે કેસો નોંધાયા છે. જે
પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ એકટ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૪/૪/૨૦૨૦ થી સમગ્ર રાજયમાં વધુ ૧૯ દિવસ માટે એટલે કે તા.૧૫/૪/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાક થી તા.૦૩/૦૫/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. મિશન ડાયરેકટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૧૦ ના
પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તે સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ હાલમાં મોજે. માવસરી,
તા. વાવ, જિ. બનાસકાંઠાના વિસ્તારમાં બે વ્યકિતઓને કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંકમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે.
સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા,
પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. કોવિડ–૨૦૧૯નો મોજે.માવસરી, તા.વાવ, જિ. બનાસકાંઠાના ગ્રામ પંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક
ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘેર પુરી પાડવામાં આવશે.
તેમજ બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮.૦૦ કલાકે થી ૧૧.૦૦ કલાક સુધી મુક્તિ આપવામાં આવે છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળામાં દરમ્યાન  દ્વિચક્રીય વાહન પર એક
વ્યકિતથી વધુ અને ત્રણ ચાર ચક્રિય વાહનમાં બે વ્યકિતથી વધુ પ્રવાસ કરી શકશે નહી.

Download Our B K News Today App



Related News