ગઢને કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-04 12:13:01
  • Views : 1861
  • Modified Date : 2020-05-04 12:13:01

બનાસકાંઠામાં કોરોના
પોઝીટીવના નવા ૭ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયુ છે.
પાલનપુરના વાસણી ખાતે અગાઉ એક યુવકનો કોરોનાનો રીપોર્ટ અમદાવાદ ખાતે
પોઝીટીવ આવતા વાસણી ગામમાંથી યુવકના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૫
વ્યકિતઓના કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવતાં સમગ્ર ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે. ત્યારે બીજી બાજુ ગઢ ખાતે એક વ્યકિત કે જેઓ મુંબઈથી ગઢ આવેલા હતા અને હોમકોરોન્ટાઈન કરેલા હતા. તેમના સેમ્પલ ૧ મે ના રોજ લેવાતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગઢને
કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો બીજી બાજુ દુધમંડળી દ્વારા હજારો લીટર દુધ લેવાનું બંધ કરાતાં પશુપાલકોની પણ હાલત કફોડી બની છે .   ડીસા ડીવાયએસપી હાજરીમાં ગઢથી ૭ કિલોમિટરમાં આવતા, સલ્લા, પટોસણ, મડાણા, કુંભાસણને બફરજોનમાં મુકવામાં આવ્યા છે. તો મડાણા પીએચસીની ટીમ દ્વારા ગઢ ખાતે ૫૦ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. અને પોઝીટીવ રીપોર્ટ આવનાર કાળુભાઈ જગાણીયાના
પરિવારના ૩ સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બીજી બાજુ નવસારીથી ગઢ અને સલ્લા આવતાં પાંચ લોકોને રોકીને તેમને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ગઢ ખાતે હાલમાં ડીસા ડીવાયએસપી  ડી.બી.વકીલે ચાર્જ સંભાળી સંપૂર્ણ પણે લોકડાઉન જાળવવા માટે ગઢના સાતેય રસ્તાને બંધ કરી દીધા છે અને દરેક જગ્યાએ
પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને પણ પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને ગઢ ગ્રામપંચાયત દ્વારા ઘરની બહાર ના નિકળવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News