માસ્ક, સોશિયલ ડીસ્ટન્સીંગ માટે પૂર્ણ જાગૃતિ કેળવીએ ઃ સાંસદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:28:39
  • Views : 288
  • Modified Date : 2020-11-28 11:28:39

કોરોના સંક્રમણથી લોકોને સુરક્ષીત રાખવા જન-જાગૃતિ વધે તે ખુબ જ જરૂરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાલનપુરના ડૉક્ટર મિત્રો દ્વારા જન-જાગૃતી વધારવા માટે
પાલનપુર શહેરમાં રેલી સ્વરૂપે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. જેને સાંસદ પરબતભાઈ પટેલે જોરોવર પેલેસથી  લીલી ઝંડી આપી  પ્રસ્થાન કરાવ્યું હતું.        
આ પ્રસંગે સાંસદ
પરબતભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. ભારતમાં સરકારના વિરાટ પ્રયાસો અને પ્રચંડ જનસહયોગને લીધે
પરિસ્થિતી કન્ટ્રોલમાં છે. તેમણે કહ્યું કે ડૉક્ટરો પી.પી.ઈ. કીટ પહેરીને સૈનીકોની જેમ દિવસ રાત સેવાનું કાર્ય કરી રહ્યા છે તે બદલ તેમને બિરદાવું છું.
હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાાફના યોગદાનની પણ સાંસદે સરાહના કરી હતી.  લોકોમાં જાગૃતિ વધારવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાલનપુરના ડૉકટર્સ દ્વારા રેલીના માધ્યમથી ઘર-ઘર સુધી સંદેશો પહોચાડવાનું આયોજન કરવામાં આવ્યુ તે બદલ સાંસદે અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.
રેલીમાં ડૉક્ટરો દ્વારા પી.
પી.ઈ. કીટ, ફેસ શિલ્ડ  અને માસ્ક સાથે પાલનપુર શહેરના જોરાવર પેલેસથી નિકળી ગુરુનાનક ચોક, સિટીલાઈટ રોડ, દિલ્હીગેટ, સિવીલ
હોસ્પિટલ, કિર્તીસ્તંભ વિસ્તારમાંથી ફરી હતી અને ગુરુનાનક ચોક ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું  હતું. ડૉકટરો પી.પી.ઈ. કીટ પહેરી માસ્કર અને ફેસ શિલ્ડમ સાથે રેલીમાં જોડાતાં લોકોના આકર્ષણનું કેન્દ્ર  બન્યાદ હતા.  
જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું કે, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાલનપુરના ડૉક્ટર મિત્રો દ્વારા જન-જાગૃતી વધારવા માટે
પાલનપુર શહેરમાં રેલી
સ્વરૂપે ફ્લેગમાર્ચ યોજવાનું આયોજન કરવામા આવ્યું તે સરાહનીય છે. ડૉકટર મિત્રોની આ રેલી લોકોમાં જાગૃતી વધારવા ઉપયોગી નિવડશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં લોકોને કોરોના સંક્રમણથી સુરક્ષીત રાખવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમજ જિલ્લા વહિવટી તંત્ર
સંપૂર્ણ એક્ટીવ અને એલર્ટ છે.    
પ્રારંભમાં સ્વાગત પ્રવચન પાલનપુરના પ્રસિધ્ધ અને સેવાભાવી ડૉ.  સુરેન્દ્ર ગુપ્તાએ કર્યુ હતું. આ પ્રસંગે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન
પાલનપુરના પ્રમુખ ડૉ. એચ. જી. ભાવસાર, આરોગ્ય વિભાગના નોડલ ઓફિસર ડૉ એન. કે. ગર્ગ, પાલનપુર શહેરના નામાંકિત ડૉક્ટરો સહિત સારી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Download Our B K News Today App



Related News