ધાનેરા કોલેજમાં મહિલા જાગૃતિ બાબતે બહેનોને સમજ અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 11:07:33
  • Views : 448
  • Modified Date : 2019-07-13 11:07:33

ધાનેરાની કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા જાગૃતિ અભિયાન બાબતે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સુરતથી આવેલ તજજ્ઞોએ મહિલાઓને થતા રોગ વિશે જાણકારી આપી હતી અને ખાસ કરીને સેનેટરી નેપકીનથી થતા રોગ વિશે ખાસ જાણકારી આપી હતી. કેવા પ્રકારના સેનેટરી નેપકીન વાપરવા જોઇએ તે બાબતે પણ ખાસ જણાવ્યુ હતું.
મહિલાઓમાં થતા રોગ વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇશન દ્વારા સર્વે કરવામાં આવેલ અને તેના રીપોર્ટના આધારે બહેનોને ૮૦% બીમારીઓ માર્કેટમાં હલકા સેનેટરી નેપકીન વાપરવાના કારણે થાય છે તેવુ બહાર આવેલ. તે બાબતે મહિલાઓમાં વધુમાં વધુ જાગૃતતા આવે તે માટે સરકાર દ્વારા તેમજ મહિલા મંડળો દ્વારા બહેનોને આ બાબતે જાગૃતતા લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત ધાનેરાની કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ અને સાયન્સ કોલેજમાં મહિલા જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં કોલેજની ૭૦૦ થી વધારે બહેનો  જોડાઇ હતી. સુરતથી આવેલા મિતાબેન તથા તેમની ટીમે મહિલાઓમાં હલકા સેનેટરી નેપકીનથી થતી બીમારીઓ વિષે જાણકારી આપતા જણાવેલ કે બજારમાં પ્લાÂસ્ટકથી બનાવેલ પૈડ કેમીકલથી બ્લીચ કરી જબરજસ્ત વિજ્ઞાપનના માધ્યમથી વેચવામાં આવે છે અને આપણને ખબર નથી હોતી કે તે વાપરવાથી કેટલી ખતરનાક બીમારીઓ થાય છે અને સરકારે પણ પ્લાÂસ્ટક ઉપર તો સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. પ્લાÂસ્ટક હવામાં રહીને વાતાવરણને જેટલુ નુકસાન પહોંચાડે છે તેના કરતાં શરીરના સંપર્કમાં આવીને અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. માટે  બને તેટલા સુધી સારા અને કોટન નેપકીન વાપરવા જોઇએ અને તેનાથી બીમારીઓ અટકી શકે. આ જાણકારી આપતા કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ પોતાને થતી સમસ્યાઓ બાબતે પણ ખુલ્લા મનથી એકબીજાને સવાલ જવાબ કર્યા હતા અને સમસ્યાઓનું સમાધાન કર્યુ હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કોલેજના ગ્રંથપાલ ડિમ્પલબેન ચૌધરી તેમજ
પારુલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કોઇ પણ પુરુષ અધ્યાપકને તેમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ બહેનોનું કોલેજના આચાર્ય ડો. લાલાભાઇ પટેલે સન્માન કર્યુ હતું.

Download Our B K News Today App



Related News