દિવાળી જેવો માહોલ ઃ મોદીની અપીલ પર દેશ જગમગી ઉઠ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 11:23:52
  • Views : 357
  • Modified Date : 2020-04-06 11:23:52

સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી  ઝઝુમી રહ્યુ છે ત્યાં આખા વિશ્વને અંચાબામાં નાખી દે તેવી રીતે ભારત કોરોના સામે લડાઈ લડી રહ્યુ છે. વિકસીત દેશોએ જ્યાં કોરોના સામે ઘુંટણીએ પડી ગયું છે ત્યાં ભારત દેશના તમામ લોકો કોરોના સામે જંગની જેમ લડી રહ્યું છે. અર્થતંત્ર પાછુ પડશે તેવી બીકના કારણે અમેરિકા, બ્રીટન, ઈટલી, સ્પેન જેવા દેશોએ લોકડાઉનને શરૂઆતમાં અવગણી મોટી ભુલ કરી તેની સામે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના અર્થતંત્રની ચિંતા કર્યા વગર લોકોના જીવનું મહત્વ સમજી લોકડાઉન જાહેર કર્યુ. તેમણે ભારતની પ્રજાને જનતા કર્ફયુના પ્રયાગ દ્વારા ભારતની પ્રજામાં વિશ્વાસ ભરી દીધો. ત્યાર બાદ લોકડાઉન જાહેર કરતાં કેટલાંક પ્રશ્નો પણ ઉપÂસ્થત થયા. પરંતુ તંત્ર તેની સામે સતત દોડતુ અને જજુમતું જાવા મળ્યું. જમાતની નાલાયકીના કારણે આજે આખો દેશ કોરોનાની જાળમાં ફસાય તેવુ લાગે છે. તંત્ર અને કોરોના સામે લડતા તમામ કર્મચારીઓ હાર માનવાના બદલે સતત લડી રહ્યા છે. આવા સમયમાં નરેન્દ્રભાઈ મોદીએ ૫ એપ્રિલે નવ વાગે રાત્રે ૯ મિનિટ સુધી ઘરની તમામ લાઈટો બંધ કરી દિપપ્રાગ્ટયનું આહવાન આપેલ. જેની સમગ્ર પ્રજાએ ઉત્સાહભેર વધાવી લીધુ અને આ આહવાનને દિવાળી જેવા તહેવારમાં બદલી દીધુ. દિપપ્રાગ્ટયના કાર્યક્રમથી સમગ્ર દેશ એકસુત્રમાં છે અને મોદીના નેતૃત્વમાં અને તેના કાર્યમાં વિશ્વાસ રાખે છે તેનું જ પરિણામ છે કે ઘરે ઘરે દિવા પ્રગટ્યા. હા, કેટલાંક મુસ્લમ વિસ્તારોમાં દિવા થયા પણ  ખરા અને કેટલાંક વિસ્તારોમાં અંધકાર પણ રહ્યો.

Download Our B K News Today App



Related News