થરાદ ખાતે સૌ પ્રથમવાર રાજપૂત સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું ભરાયું મામેરુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 11:59:34
  • Views : 453
  • Modified Date : 2020-06-22 11:59:34

 ભગવાન જગન્નાથની
પરંપરા મુજબ અષાઢી બીજની થરાદ ખાતે  શોભાયાત્રા નીકળે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને સરકારના આદેશ મુજબ  ભગવાન જગન્નાથની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.  ભગવાન જગન્નાથને પરંપરા મુજબ ભગવાનની આરતી, મહાપ્રસાદ ધરાવવામાં આવશે. આ તમામ આયોજન થરાદના રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
થરાદના આદેશ નગરમાં શામળિયા ભગવાનના મંદિરમાં પરંપરાગત મોસાળમાં થરાદ રાજપૂત સમાજ દ્વારા મામેરૂ ભરાયું  હતું. જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું  મામેરું ભરાયું હતું.  થરાદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા મામેરામાં ૩૧૦૦૦ રૂપિયામાં તેમજ બહેન સુભદ્રાને ચાંદીના ઘરેણાં અને ભગવાનને વસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથના મોમેરામાં   શૈલેષભાઈ પટેલ બનાસ બેન્કના ડિરેકટર, થરાદ તાલુકા  કોંગ્રેસના પ્રમુખ અંબાભાઈ સોલંકી, થરાદ ભાજપ શહેર પુર્વ પ્રમુખ નંદુલાલ મહેશ્વરી, ભાજપ શહેર મહામંત્રી પ્રકાશભાઇ સોની  ઉપસ્થિત રહ્યા હતા.
થરાદમાં મંગળવારના અષાઢીબીજના દિવસે શહેરના નવા રામજી મંદિર ખાતે ભગવાન જગન્નાથની આરતી પૂજા અર્ચના કરાશે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનાર્થીઓ ભગવાનના જગન્નાથના દર્શન કરી શકશે. રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, કાશીરામભાઈ પુરોહિત, પ્રકાશભાઈ સોની, જગદીશ ઓઝા, હાજાજી રાજપૂત, ગોવિંદભાઈ વારડે, નિલેશ આચાર્ય,   યોગેશભાઈ ત્રિવેદી, સાગર વ્યાસ સહિતના તમામ સભ્યો દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News