ધાનેરા તાલુકામાં ધીમીધારે માવઠાનો વરસાદ શરૂ થતાં જગતનો તાત મુશ્કેલીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 11:52:20
  • Views : 418
  • Modified Date : 2019-11-03 11:52:20

સરકાર દ્વારા વાવાઝોડા બાબતે તમામને એલર્ટ કરાયા છે. ત્યારે આ સરકારની તારીખો પહેલાજ ધાનેરા તાલુકામાં વરસાદનું આગમન થતાં શનિવારે ચાર વાગ્યાથીજ વરસાદ ચાલુ થવા પામ્યો હતો જેથી ખેડુતોમાં આ માવઠાથી ભારે નુકસાનની ભીતી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ખેડુતોએ પોતાનો માલ ગંજબજાર ચાલુ થતાં વેચવા માટે ગંજબજારમાં લાવ્યો હતો તે તેમજ જ્યાં સરકાર દ્વારા મગફળીની ખરીદી ચાલું કરવામાં આવી છે ત્યાં આ મગફળીનો મોલ પલળી જતાં વેપારીઓ તેમજ ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ વર્ષે જ્યારથીજ ખેડુતો ઓમાસુ શરૂ થયુ ત્યારથી જે ખેડુતને નુકસાની ભોગવવાના દિવસો આવ્યા છે. ધાનેરા તાલુકામાં શનિવારે બપોરથીજ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને ચાર વાગ્યાના સુમારે ધીમી ધારે વરસાદે આગમન કરતા અડધો કલાક ચાલતા
વેપારીઓ અને ખેડુતો બન્ને મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા. જે ખેડુતોને પોતાને ત્યાં કાપણી કરીને મુકેલ માલ પલળી ગતો હતો ત્યારે બીજી તરફ સરકાર દ્વારા મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર આવેલ ખેડુતોના માલ ઉપર વરસાદ પડતાં માલ પણ પલળી ગયો હતો ત્યારે માર્કેટયાર્ડમાં વેપારીઓનો માલ પલળી જતાં ભારે નુકસાની આવે તેવી શક્યતાઓ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ બજારમાં પણ પાણીજ પાણી જોવા મળ્યુ હતુ. સરૂઆતમાં સમયસર વરસાદ પુરતો ન થતાં કેટલાંક ખેડુતોનો પાક સુકાઇ જવા પામ્યો હતો અને જે ખેડુતોએ પિયત કરીને પોતાના માલને જીવદાન આપ્યુ હતુ તે માલ પાકીને જ્યારે ખેડુતોના હાથમાં આવવાનો હતો ત્યારેજ વરસાદ આવતા તે પાક પલાળી દેતાં તે મહામુલો પાક નષ્ટ  થયો હતો જેથી ખેડુતોને ભારે નુકસાન ભોગવવુ પડ્‌યુ હતુ અને હાલમાં એક તરફ જુવાર તેમજ અન્ય ધાન્ય લેવાની તૈયારી ચાલી રહી છે ત્યારે આ વરસાદ આવતા ફરી ખેડુતોને રોવાના દિવસો આવ્યા છે. આ વર્ષે કુદરત પણ જાણે જગતના તાત ઉપર રૂઠ્યો હોત તેવુ જોવા મળી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News