ભીલડી વિસ્તારમાં ધુમ્મસ છવાતા રવીપાક બગડવાની દહેશત ઃ જગતનો તાત ચિંતીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 11:24:12
  • Views : 294
  • Modified Date : 2021-01-24 11:24:12

બનાસકાંઠા જિલ્લાના ભીલડી વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી તેમજ પશુપાલન
પર નિર્ધારિત છે. હાલમા છેલ્લાં કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા ખેડૂતો ઉપર પણ ચિંતાના ઘોર વાદળો છવાઈ ગયેલ છે. આવા વાતાવરણ વચ્ચે જાે એકાદ માવઠું થઈ જાય તો આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ જાય તેમ હોવાથી ખેડૂતો આકાશ અને પોતાના પાક સામેજ મીટ માંડી બેઠા છે હાલમાં બડાકા, ઘઉં, જીરૂ, રાજગોર,  એરંડા, જેવા પાક આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ છે પરંતુ વાતાવરણમાં પલટો આવેલ હોવાથી માવઠાની અસર વર્તાય તેમ હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયેલ છે.
આ વિસ્તારમાં સવારમાં સખત ઠંડી અને ધાઢ ધુમ્મસ છવાયેલું રહે છે જયારે બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહેતા આવી મિશ્ર ઋતુમાં બિમારીઓ વધવાના ભણકારાથી લોકોમાં ભય
વ્યાપી ગયેલ છે. આ વિસ્તારમાં આવા ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયેલ છે પહેલા તીડનો પ્રકોપ બાદમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો લગાતાર નુકશાન વેઠી રહ્યાં છે. જાે આવા ધુમ્મસ ભર્યા વાતાવરણમાં એકાદ માવઠુ થાય તો ખેડૂતો બિલકુલ પાયમાલ થઈ જાય તેમ હોવાથી માવઠું ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે છતા જાે ભગવાન ખેડૂતોની પ્રાર્થના ન સાંભળે તો કોને ફરીયાદ કરવી ?

Download Our B K News Today App



Related News