જગતમંદિર દ્વારકાધીશની આરતીના દર્શન ખુલ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રણછોડરાયજીના દર્શનનો લાભ લઈ શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-14 12:00:39
  • Views : 307
  • Modified Date : 2020-09-14 12:00:39

   આજથી જગતમંદિર દ્વારકાધીશની આરતીના સમયે તમામ ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજથી ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી આરતીનો લાભ લઈ શકશે. આરતી દરમિયાન તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. મહત્વનું છે કે કોરોનાના કહેર વચ્ચે ભાવિકોને રક્ષણ મળે તે માટે દ્વારકા જગતમંદિર પરિસરને રજતભસ્મ દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. સરકારની ગાઇડલાઇન મુજબ આર્યુવેદિક પદ્ધતિથી રાત્રીના સમયે કામગીરી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના કારણે અત્યાર સુધી દ્વારકાધીશની આરતી ઓનલાઈન જોઈ શકાતી હતી. પરંતુ આજથી ભાવિક ભક્તો આરતીના રૂબરૂ દર્શનનો લાભ લઈ શકશે. ભાવિક ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના તમામ નિયમોનું પાલન કરવું પડશે. યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર અને પરિસરમાં રજતભસ્મ એટલે કે સિલ્વર પાણી દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. રજતભસ્મ કેમિકલ આલ્કોહોલ વગર સંપૂર્ણ આયુર્વેદિક પધ્ધતિથી ખાસ બનાવવામાં આવે છે. આથી કપડા અને ચામડીને કોઈપણ જાતની નુકસાની થતી નથી. ગુજરાતના અનેક તીર્થ સ્થળ ઉપર આ પદ્ધતિથી સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવે છે. દ્વારકાના જગત મંદિરમાં 2020- 21 ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રીકોની પાંખી હાજરીના લીધે દાનની સરવાણી ઘટી છે.આ વર્ષે દ્વારકા જગતમંદિરમાં રૂ.92,89400નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં ભાવિકો યથાશક્તિ મુજબ સોનું,ચાંદી તેમજ રોકડ સહિતનું મંદિરમાં દાન અર્પણ કરતા હોય છે.ચાલુ વર્ષે કોરોના વાયરસના લીધે જગતંદિર અઢી માસ સુધી બંધ રહ્યું હતુ.હાલ પણ જગત મંદિર ખૂલતા ટ્રેન,બસની સુવિધાઓ પ્રાપ્ત ન થતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીના લીધે જગત મંદિરની આવક ગત વર્ષ કરતા આવક ધટી છે. ગત વર્ષ 2019-20ના એપ્રિલથી ઓગસ્ટ સુધીની જગતમંદિરની આવક 4,43,89,491 જેટલી થવા પામી હતી,જ્યારે આ વર્ષ 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફક્ત 92,89,400 રૂપિયાની આવક થઇ છે. જગત મંદિરની આવકમાં આશરે 83%નો હીસ્સો પુજારી પરિવારના ભાગે જાય છે, 15% હીસ્સો જગત મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતીના ભાગે આવે છે અને 2%નો હીસ્સો ચેરીટી ટ્રસ્ટના ભાગે જાય છે.

Download Our B K News Today App



Related News