ધજા બદલવાનું રહી જાય તો 18 વર્ષ માટે બંધ થઈ જશે જગન્નાથ મંદિર:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 15:54:05
  • Views : 104
  • Modified Date : 2023-06-14 15:54:05

અરબી સમુદ્રમાં અતિપ્રચંડ બનેલું વાવાઝોડું બિપોરજોયના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. દ્વારકારના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનના કારણે દ્વારકાધીશના જગત મંદિર પરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. તેજ પવન અને વરસાદના કારણે 2 દિવસથી હાલ કોઈ નવી ધજા મંદિરના શિખર પર ચડી નથી. આ બધા વચ્ચે તમને જણાવી દઈએ કે ભારતમાં એક એવું મંદિર છે જેમાં આ મંદિરની ઉપર ફરકવવામાં આવેલ ધજાને એક દિવસ પણ બદલવામાં ન આવે તો એવી માન્યતા છે કે આવનારા 18 વર્ષમાં આ મંદિર બંધ રહેશે. હિંદુ ધર્મ અનુસાર ચાર ધામો બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામ પર સ્થાયી થયા હતા, ત્યારે તેઓ પહેલા બદ્રીનાથ ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુજરાતના દ્વારકા ગયા હતા અને ત્યાં કપડાં બદલ્યા હતા. દ્વારકા પછી, તેમણે ઓડિશામાં પુરીમાં ભોજન લીધું અને અંતે તમિલનાડુના રામેશ્વરમમાં આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રી જગન્નાથનું મંદિર છે.જગન્નાથના મંદિરના 45 માળના શિલા પરની ધજા દરરોજ સાંજે 4 થી 5 દરમિયાન બદલવામાં આવે છે. આ સાથે જ મંદિરની ધજાને લઈને એક માન્યતા એવી પણ છે કે જો એક દિવસ પણ ધજા બદલવામાં નહીં આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે. છેલ્લા 800 વર્ષથી આ પરંપરા નિભાવવામાં આવી છે.તો બીજી બાજુ ઈતિહાસમાં સતત બીજા દિવસે પણ દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવામાં આવશે નહી. ભારે પવન અને વરસાદના કારણે ગઈકાલે ધજા ચડાવવામાં આવી નહોતી. જ્યારે આજે પણ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવશે નહીં. બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકા જિલ્લામાં ઇતિહાસ બદલતી ઘટનાઓ સામે આવી રહી છે. દ્વારકાધીશમાં પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજા તૂટ્યા બાદ ગઈકાલે દ્વારકાધીશ મંદિરે કોઈ ધજા ચડાવવામાં આવી નહોતી. મંદિરના તંત્ર દ્વારા આજે પણ ધજા ન ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકામાં બે દિવસથી બનતી ઘટનાએ ભક્તોમાં ઉત્કઠાં વધારી છે. દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધજા દિવસમાં 5 વખત ચડતી હોય છે. પરંતુ વાવાજોડાની અસરને લઇ સતત બે દિવસ ધજા નહીં ચડે.દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. 



Download Our B K News Today App



Related News