ડીસામાં ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નિકળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 11:08:44
  • Views : 510
  • Modified Date : 2019-07-05 11:08:44

ડીસામાં પણ ભગવાન જગન્નાથજીની ૨૧મી રથયાત્રા શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા નિકાળવામાં આવી હતી. આ શોભાયાત્રાનું પ્રસ્થાન રામજી મંદિર ડીસા ખાતેથી કરવામા આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નિકળ્યા હતા. જેમની એક ઝલક જોવા માટે  ડીસા ખાતે લાખો ભક્તોનું મહેરામણ ઉમટી પડ્‌યું હતું. આ રથયાત્રા ડીસાના રામજી મંદિરથી પ્રસ્થાન કરીને ડીસાના જુદા જુદા વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીએ નગર યાત્રા કરીને  રિસાલા ચોકમાં આ યાત્રાનું સમાપન કર્યું હતું.
અષાઢી બીજે બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાએ અનેરૂ આકર્ષણ જન્માવ્યું હતું. ત્યારે ડીસા શહેરમાં છેલ્લા ૨૧ વર્ષથી પરંપરાગત રીતે નિકળતી  રથયાત્રામાં હજારો લોકો જાડાયા હતા. શહેરના માર્ગો પર વિચરણ કરવા નિકળેલા ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથના રથની સાથે વિવિધ પ્રકારના કાફલાએ રથયાત્રાની શોભાયાત્રામાં ચાર ચાંદ લાગવી દીધા હતા.
ડીસા શહેરમાં રીસાલા ચોક વિસ્તારમાં આવેલા રામજી મંદિરેથી છેલ્લાં ૧૯ વર્ષથી સુભાષ સેવા સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન થાય છે. આ વખતે ૨૧ મી રથયાત્રાનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે રીસાલા બજાર રામજી મંદિરથી શહેરના અગ્રણીઓ દ્વારા ભગવાનનો રથ ખેચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. જે હીરા બજાર, એસ.સી.ડબલ્યુ હાઈસ્કૂલ, અંબિકા ચોક, ચંદ્રલોક, 
સાંઈબાબા મંદિર, લેખરાજ ચાર રસ્તા ગાંધીચોક થઈ રામજી મંદિરમાં પરત ફરી હતી. રથયાત્રામાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કૃતિઓની ઝાંખી  કરવામાં આવી હતી. વેશભુષામાં સજ્જ નાના બાળકોએ આકર્ષણ ખડુ કર્યું હતું. વ્યાયમ શાળા અને ફીટનેશ વર્લ્ડના જવાનોએ અંગ કસરતના દાવ કરી લોકોને હેરત પમાડ્યા હતા. રથયાત્રાના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકો માટે સરબત, ઠંડુ પાણી અને છાશના કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા.
આ રથયાત્રામાં હાથી, ઘોડા, ઉંટ, બગી સહિત સાંસ્કૃતિક પોગ્રામ કરતી મંડળીઓ, ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભગવાન જગન્નાથ ભ્રાતા બળદેવ અને બહેન સભુદ્રાના દર્શન કાજે હજારો લોકો ઉતરી પડ્યા હતા. શહેરમાં ભારે ભીડ જામી હતી. લોકોએ ધાબા પર ચડી ભગવાનના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો. ભક્તોને મગ જાબુ કાકડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું.

Download Our B K News Today App



Related News