જગાણા પાસે અકસ્માતમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 13:05:01
  • Views : 703
  • Modified Date : 2019-07-17 13:05:01

પાલનપુરના જગાણા પાટીયા પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સાગ્રોસણા ગામના બાઇક સવાર વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ  મોત નીપજતાં ગામમાં શોક છવાયો હતો. જગાણા સરકારી એન્જીનિયરીગ કોલેજ સામે મંગળવારે બપોરે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામનો  ધવલભાઈ સુરેશભાઈ ભૂતડીયા સિદ્ધપુર કોલેજ કરતો હતો. જે ગતરોજ બાઇક લઈને કોલેજથી પોતાના ગામ પરત જઇ રહ્યો હતો. ત્યારે ટ્રકની ટક્કરથી ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા. તે દરમિયાન તાલુકા પોલીસે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News