દાંતા નજીક આવેલ માનપુરના જગલમાં આગ ફોરેસ્ટ વિભાગની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 15:34:05
  • Views : 543
  • Modified Date : 2020-05-22 15:34:05

દાંતા નજીક આવેલ માનપુરના જગલમાં આગ ફોરેસ્ટ વિભાગની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી


બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ વચ્ચે દાંતાના જગલોમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. હાલમાં સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વાયરસની આ મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે આવેલ માનપુરના પહાડમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભયંકર હતી કે આગ એક કિલોમીટર સુધી ફેલાઈ હતી. આગ લાગતાની સાથે જ આજુબાજુના સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક આજુબાજુના લોકોએ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા જ ફોરેસ્ટ વિભાગની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ આગને કાબુમાં મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ આગ ક્યાં કારણોથી લાગી છે તે પણ તપાસ હાથ ધરી છે. આ આગ એટલી ભયંકર હતી કે આજુબાજુના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ આગ લાગતા જનજતુંઓને નુકશાન થવાની શક્યતાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે.


Download Our B K News Today App



Related News