દિયોદરના જાડા ગામે જૂથ અથડામણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 11:26:57
  • Views : 690
  • Modified Date : 2019-07-09 11:26:57

બનાસકાંઠામાં દિયોદર તાલુકાના જાડા ગામે એક જ કોમના બે લોકો વચ્ચે જમીનના શેઢા બાબતે તકરાર થતાં જૂથ અથડામણ થયું હતું. જેમાં એક મહિલા સહિત છ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પાટણની ધારપુર
હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠામાં દિયોદર તાલુકાના ઝાડા ગામે પટેલ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થયું હતું. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ આજે જમીનના શેઢા બાબતે બંને જૂથ વચ્ચે તકરાર બાદ સામસામે મારામારી થતા એક મહિલા સહિત છ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી .તિક્ષણ હથિયારો વડે સામસામે મારામારી થતાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે દિયીદર  અને ત્યારબાદ વધુ સારવાર અર્થે
પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News