ડીસા તાલુકાના રાણપુર ગામે પતિને ઝાડ સાથે બાંધી માર મરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 10:58:04
  • Views : 670
  • Modified Date : 2020-04-21 10:58:04

બનાસકાંઠાના રાણપુર ગામમાં પતિને તેની પત્નિ અને પ્રેમીએ સાથે મળી ઝાડ સાથે બાંધી ઢોર માર મારી ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોએ પોલીસને બોલાવી ઝાડ સાથે બાંધેલા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેદ્યો હતો.
સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે ડીસાના રાણપુર આથમણાવાસ ગામે જીવણજી ગણાજી ઠાકોર તેમની પત્નિ અને ૪ બાળકો સાથે રહે છે અને ગામમાં છૂટક મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ જીવણજીના ઘરે દાંતીવાડા તાલુકામાં ઓઢવા ગામનો પ્રકાશ જેન્તીજી ઠાકોર
અવરજવર કરતો હોય તે બાબતે જીવણજીએ તેની
પત્નિને પૂછતા તેના મામાનો દીકરો ભાઈ હોવાનું જણાવ્યું હતું. તે દરમ્યાન છેલ્લા ૧૦ દિવસથી આ પ્રકાશ તેમના ઘરે રહેતો હતો. જો કે લોકડાઉનમાં જીવણજીએ મામાના દીકરાને તેના ઘરે મોકલવાની વાત કરતા તેની
પત્નિ ઉશ્કેરાઇ ગઈ હતી અને પ્રકાશ મારા ઘરે જ રહેશે તેવું કહી તને તો મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી. જે દરમ્યાન સવારે ફરી પ્રકાશ મામલે પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા તેની પત્નિ અને પ્રેમીએ ઢોર માર મારી ઘર આગળ લીમડાના ઝાડ સાથે બાંધી દીધો હતો. તે સમયે જીવણજીએ બુમાબૂમ કરતા તેની પત્નિ અને પ્રેમી બાળકો સાથે નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા જ દોડી આવેલા ગામના
સરપંચ અને ગ્રામજનોએ જીવણજીને લોહીલુહાણ હાલતમાં જોઈને પોલીસને જાણ કરી હતી. જ્યારે બનાવના પગલે આવેલી
પોલીસ દ્વારા યુવકને ઝાડ સાથે બાંધેલો છોડીને સારવાર અર્થે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જીવણજીના જણાવ્યા મુજબ તે પ્રકાશને આવવાનું ના પાડે ત્યારે તેની પત્નિ અવારનવાર ખોટા કેસ કરી જેલમાં પુરાવી દેતી હતી અને મારઝૂડ કરતી હતી અને પ્રકાશ અને તેની પત્નિ બળજબરીથી દારૂ મોઢામાં રેડી અને પોલીસને બોલાવી દારૂ
પીને ધમાલ કરે છે તેવું
પોલીસને જણાવતી જેથી
પોલીસ લઈ જતી અને જેલમાં રાખતી હતી. તેમજ આ મામલા બાદ પણ પોલીસ આવ્યા પછી તપાસ કરતા ઘરમાંથી કુહાડી અને ધારીયા જેવા ૪ તિક્ષ્ણ હથિયારો મળ્યા હતા. જેના
પરથી સ્પષ્ટ થાય છે કે તેની પત્નિ તેના પ્રેમી સાથે મળી જીવણના મોતનું કાવતરું રચ્યું હતું. પરંતુ સદનસીબે જીવણ બચી ગયો. જે મામલે પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત પતિ ને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News