પાલનપુર જી.ડી.મોદી કોલેજમાં ૬૫૦ બેઠકો સામે ૧૮૫૦ ફોર્મ ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 12:57:37
  • Views : 522
  • Modified Date : 2019-06-09 12:57:37

પાનલપુર જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસમાં નવા એડમીસન માટે ફોર્મ ભરાવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. જેમાં ૬૫૦ બેઠકો સામે ૧૮૫૦ ફોર્મ ભરાયા છે. મેરીટ પ્રમાણ પ્રથમ યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. તેમજ થોડાક દિવસો બાદ બીજી યાદી પ્રસિધ્ધ કરવામાં આવનારી છે.ગુજરાત માધ્યમીક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ની પરીક્ષાનું પરીણામ જાહેર થતા કોલેજમાં ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓની લાબી લાઈનો લાગી છે. અને વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જાવા મળી રહ્યો છે. આ અંગે જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસના પ્રિન્સીપાલ સંતોષભાઈ ચૌહાણે જણાવ્યુ હતુ કે, આર્ટસ વિભાગમાં કુલ ૬૫૦ બેઠકો સામે કુલ ૨૧૦૦ ફોર્મનું વિતરણ થયુ છે. જેમાંથી ૧૮૫૦ ફોર્મ ભરાઈને કોલેજમાં જમા થયા છે. વિદ્યાર્થીઓનો ઘાસારો જોવા મળી રહ્યો છે.જેમાં એક યાદી પ્રસિધ્ધ કરવામાં  આવી છે.આગામી દિવસોમાં મેરીટ આધારે બીજી યાદી પ્રસિધ્ધ કરી એડમીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 


Download Our B K News Today App



Related News