ITBPના જવાનોએ માઈનસ 25 ડિગ્રી તાપમાનમાં તિરંગો ફરકાવ્યો, સંધ પ્રમુખ ભાગવતે પણ કર્યું ધ્વજવંદન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 13:48:04
  • Views : 234
  • Modified Date : 2021-01-26 13:48:04

    આજે સમગ્ર દેશ 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. તમામ રાજ્યોમાં ધ્વજ વંદન કાર્યક્રમ અને પરેડનું આયોજન ચાલી રહ્યું છે. ITBPના જવાનોએ 17 હજાર ફુટ ઉંચાઈ પર તિરંગો ફરકાવ્યો હતો. અહીંનું તાપમાન માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જવાનોએ આ દરમિયાન રાષ્ટ્રગીત ગાયુ હતું. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના મુખ્યાલયમાં ધ્વજારોહણ કર્યું. સંધ પ્રમુખ મોહન ભાગવતે ગુજરાતના ડો.હેડગેવાર સ્મારક સમિતિ કાર્યાલયમાં તિરંગો ફરકાવ્યો.


Download Our B K News Today App



Related News