ઇટાલીમાં ભારતીયોની તપાસ માટે મેડીકલ ટીમ રવાના કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:07:29
  • Views : 480
  • Modified Date : 2020-03-12 12:07:29

ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે રાજયસભાને આશ્વાસન આપ્યું હતું કે સરકાર કોરોના વાયરસને કારણે વિદેશોમાં ભારતીય નાગરિકોને પ્રાથમિકતાના આધાર પર સ્વદેશ લાવવા પ્રતિબદ્ધ છે અને ઇરાન પછી ઇટાલીમાં પણ ભારતીયોની વાપસી માટે એક મેડીકલ ટીમ ગુરૂવારના ત્યાં જશે.આમ કોરોના વાયરસના કારણે ઇરાનમા પણ ભારતીયો વિશે સદનમાં વકતવ્ય આપ્યા પછી સદસ્યોના સ્પષ્ટીકરણ પર કહ્યું હતું કે સરકાર પ્રાથમિકતાના આધાર પર નાગરિકોને પહેલા લાવશે જયાં કોરોનાનો પ્રકોપ વધારે છે.ત્યારે હવે ઇરાન અને ઇટાલીની સ્થિતિ વધારે ચિંતાનો વિષય છે.આમ ભારત સરકારનુ ફોકસ આ બંને દેશો પર પહેલા હશે.જેમાં વિદેશમંત્રીએ કહ્યું હતું કે ઇરાન ૮ ભારતીય નાગરિકોને મંગળવારના પરત લાવ્યા છે અને હવે ઇટાલીમાં ગુરુવારના એક મેડીકલ ટીમ જઇ રહી છે જે તે ભારતીયોની તપાસ કરશે અને પરત લાવશે.આમ ભારત પોતાનીતપાસ ટીમ ત્યાં મોકલી રહી છે.

Download Our B K News Today App



Related News