પ્રશાંત કિશોરે કહ્યું - ભાજપ માટે બંગાળમાં બે આંકડાનો આંક પાર કરવો પણ મુશ્કેલ બનશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 13:04:32
  • Views : 227
  • Modified Date : 2020-12-21 13:04:32


    બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે, ત્યારે વાતાવરણ અત્યારથી જ ગરમ છે. ભાજપ બંગાળમાં 200 બેઠકોનું લક્ષ્ય છે. આ તરફ તૃણમૂલ (TMC)ના ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે સોમવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપને બે આંકડાનો આંક પાર કરવો પણ મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે આ પોસ્ટને સાચવીને રાખો, જો ભાજપ આ દાવા કરતાં કંઈક સારું કરી શકે છે, તો આ જગ્યા છોડી દઇશું. જો કે તે કઈ જગ્યા છોડવાની વાત કરી રહ્યા છે તે તેની પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ શક્યું નથી.બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયએ નામ લીધા વિના પ્રશાંત કિશોરને જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'બંગાળમાં ભાજપની સુનામી ચાલી રહી છે, સરકાર બનાવ્યા પછી આ દેશને ચૂંટણી વ્યૂહરચનાકાર ગુમાવવો પડશે.'

    ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અને રવિવારે બંગાળની મુલાકાતે હતા. મમતા બેનર્જીના ખાસ રહેલા પૂર્વ મંત્રી શુભેંદૂ અધિકારીએ શાહની ઉપસ્થિતિમાં શનિવારે ભાજપમાં સામેલ થયા હતા. સાંસદ સુનિલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા હતા. જેમાના 5 ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસનાં છે. આ બાબતે શાહે કહ્યું હતું કે ચૂંટણી આવતા આવતા દીદી (મમતા બેનર્જી) એકલા રહી જશે.બંગાળમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2 બેઠક મળી હતી. વોટ શેર 17%થી વધુ રહ્યું હતું. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 3 બેઠક જીતી શક્યું. વોટ શેર 10% રહ્યું. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 18 બેઠકો જીતવામાં સફળ રહ્યું અને વોટ શેર 40.64%એ પહોંચ્યું.

Download Our B K News Today App



Related News