ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ પટેલવાસ,પરમાર વાસ તેમજ ભૈરવ ચોકની મંદિરની બાજુમાં આવેલ વિસ્તારમાં અડચણરૂપ વીજપોલ હટાવવાની રજૂઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 11:25:50
  • Views : 262
  • Modified Date : 2022-06-30 11:25:50

ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ પટેલવાસ,પરમાર વાસ તેમજ ભૈરવ ચોકની મંદિરની બાજુમાં આવેલ વિસ્તારમાં અડચણરૂપ વીજપોલ હટાવવાની રજૂઆત કરાઈ

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ પટેલવાસ,પરમારવાસ તેમજ ભૈરવ ચોક મંદિરની સામે આવેલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જોખમીરૂપ વીજ પોલ ખસેડવા બાબતે આજે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ પટેલવાસ પરમાર વાસ વિસ્તારમાં આવેલ ભૈરવ ચોક મંદિરની સામેના ભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી જુના 2 વીજપોલ લગાવવામાં આવેલા છે જેમાંનો એક થાંભલો દિનેશકુમાર પ્રજાપતિ ના ઘરને અડીને આવેલ છે જ્યારે બીજો થાંભલો મહાદેવજી વીરાજી બારોટના મકાનને અડીને આવેલ છે જે બને વિજપોલ માંથી હાલમાં વીજ પ્રવાહ ચાલુ છે ત્યાંથી અલગ-અલગ મકાનોમાં કનેક્શન આપવામાં આવેલ છે પરંતુ બંને થાંભલાઓ વર્ષોજૂના હોવાના કારણે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે આગામી ચોમાસાની સિઝન આવી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં વાવાઝોડા અને વરસાદ મોટા પ્રમાણમાં આવે તો બંને થાંભલાઓ તૂટી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે મહાદેવજી બારોટ અને દિનેશભાઈના પરિવારને વીજપોલના કારણે નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે જે અંતર્ગત ડીસા તાલુકાના જેરડા ખાતે આવેલ સબ ડિવિઝનમાં આજે મહાદેવજી વીરાજી બારોટ દ્વારા બંને બીજ થાંભલાઓ હટાવી દેવા માટે રજૂઆત કરાવવામાં આવી હતી પરંતુ ઓફિસમાં બેઠેલા સીડી પ્રજાપતિ દ્વારા અરજદારને થાંભલા અમારા દ્વારા હટાવવામાં આવશે નહીં. તમે કોઈ પ્રાઇવેટ પાર્ટી બોલાવીને થાંભલાઓ હટાવી દેજો તેવો જણાવતા અરજદાર દ્વારા પોતાના પરિવારને જાનનું જોખમ હોવાના કારણે અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉર્જા મંત્રી તેમજ ડીસાના ધારાસભ્ય ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે પોતાના ઘરની બાજુમાં જોખમી રૂપે ઉભેલા થાંભલાઓ ચોમાસા પહેલા નીકાળવામાં આવે તેવી માંગ કરી હતી

Download Our B K News Today App



Related News