મહેસાણા શહેરમાં સોમવારથી તમામ બજારો બપોર બાદ બંધ કરવાનો નિર્ણય લેવાયો, શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 16:29:51
  • Views : 557
  • Modified Date : 2021-04-17 16:29:51

     મહેસાણા શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને આજે મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે આજે પાલિકા અને વહેપારી મંડળની બેઠક મળી હતી. જેમાં સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણ પણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ પહેલાની બેઠકમાં શહેરમાં કોરોના સંક્રમણ વધતા શનિ અને રવિવાર સંપૂર્ણ પણે બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાદ આજે ફરી એક વાર મહેસાણા શહેરમાં કોરના રાફડો ફાટતા પાલિકા અને વહેપારીઓ એસોસિએશન ના તમામ પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવાર થી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે જેથી બજારો બંધ હોવાના કારણે લોકોની અવર જવર ઘટશે અને સંક્રમણ ઓછું થશે. જેથી તમામ વહેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર બાદ તમામ બજારો બંધ કરવા તેમજ આ નિર્ણય 30 એપ્રિલ સુધી માન્ય રહેશે. જેમાં શનિવાર અને રવિવારના દિવસે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે.બેઠકમાં તમામ એસોસિએશનના પ્રમુખો હાજર હતા તેમજ વહેપારીઓએ પાલિકાને રજુઆત કરી હતી જેમાં વહેપારીઓ એ જણાવ્યું હતું કે, અમે અમારા તમામ ધંધા બંધ કરીયે છીએ તો મોટા મોલ પણ બંધ થવા જોઈએ કારણ કે ભીડ તો મોલમાં પણ થવાની જેથી સંક્રમણમાં વધારો થવાનો જ જેને લઈને મોલ પણ બંધ થવા જોઈને અને સ્વૈચ્છિક લોકડાઉનમાં મોટા મોલ પણ ભાગીદાર બને તેવું મહેસાણાના વહેપારીઓ ઇચ્છિ રહ્યા છે.


Download Our B K News Today App



Related News