રાજકોટના ઉપલેટામાં વરસાદ વરસ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 17:13:48
  • Views : 92
  • Modified Date : 2023-06-28 17:13:48

રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો છે. ઉપલેટા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ વરસવાને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. ઉપલેટાના બજારના માર્ગો પર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળવા લાગ્યા હતા. વહેલી સવારથી જ વિસ્તારમાં વાદળો ઘેરાયેલુ વાતાવરણ સર્જાયેલુ હતુ અને છૂટો છવાયો વરસાદ વિસ્તારમાં વરસતો હતો. પરંતુ ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.જિલ્લાના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જૂન માસમાં ચોમાસુ માહોલ જામવાને લઈ અનેક જળાશયોમાં પાણીની પણ નોંધપાત્ર આવક નોંધાઈ છે. સૌરાષ્ટ્રના 20 થી વધારે જળાશયોમાં નોંધપાત્ર આવક નોંધાઈ હતી. સૌરાષ્ટ્ના જોડીયા, બગસરા અને જાફરાબાદ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

 

Download Our B K News Today App



Related News