હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-30 18:57:25
  • Views : 70
  • Modified Date : 2024-06-30 18:57:25

 હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યાં પહેલા વરસાદમાં નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી સામે આવી છે. વરસાદી પાણીમાં ગટરમાં બે કાર ખાબકી છે. ખુલ્લી ગટરમાં પાણી ભરાતા કાર ખાબકી છે. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યુ છે. કાર માલિકોએ હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.વલસાડના વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ,રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પહેલા વરસાદે વાપી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

 

Download Our B K News Today App



Related News