બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં બપોરના સમયે 15 મિનિટ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને લઈ સમગ્ર શહેરમાં પાણી જ પાણીના દ્રશ્યો થઈ ગયા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:58:25
  • Views : 341
  • Modified Date : 2022-07-28 11:58:25


 બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં બપોરના સમયે 15 મિનિટ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને લઈ સમગ્ર શહેરમાં પાણી પાણીના દ્રશ્યો થઈ ગયા છે


 


બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક તાલુકાઓમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ડીસા અને ધાનેરામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર જેવા થયા છે ત્યારે આજે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી ધાનેરા વિસ્તારમાં વરસાદ શરૂ છે પરંતુ બપોરના 200 વાગ્યાના સમય અચાનક ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું અને ધોધમાર વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર ધાનેરા શહેરમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા ધાનેરાઓના જાહેર માર્ગો પણ પાણીથી ઉભરાવા લાગ્યા હતા. 15 મિનિટ સુધી વરસી રહેલો વરસાદ અંદાજિત બે ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકયો હતો અને વરસાદને લઈ સમગ્ર જગ્યાએ પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા


Download Our B K News Today App



Related News