અમદાવાદ, મહેસાણા, મોરબીમાં IT ના દરોડા, બિલ્ડર્સને ત્યાં હાથ ધરાયુ સર્ચ ઓપરેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-29 20:03:38
  • Views : 174
  • Modified Date : 2024-11-29 20:03:38

IT વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યાં છે. જેમાં ગુજરાતના મોટા મોટા શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ, મહેસાણા, મોરબી સહિતના શહેરોમાં IT વિભાગે તવાઈ બોલાવી હતી. અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.મહેસાણાના રાધે ગ્રુપ સાથે કનેકશન હોવાથી ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલ્ડર મહેન્દ્ર પટેલ અને ભાગીદારોને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આશરે 2 ડઝનથી પણ વધુ સ્થળોએ IT વિભાગના કર્મચારીઓ ત્રાટક્યા હતા. મોરબીમાં 2 સિરામિક કંપનીને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.મોરબીની પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઇટીના દરોડા પાડવામાં આવ્યા છે. મોરબીની નામચીન તીર્થક ગ્રુપ પર વહેલી સવારે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી માત્રામાં બે નામી વ્યવહાર હાથે લાગે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.70 જેટલી ટીમ આ દરોડાની કામગીરીમાં જોડાઇ હોવાની માહિતી મળી છે. પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News