ઓક્સિજનની અછત વચ્ચે પાણીની તંગી : ભૂગર્ભ જળના તળ ૪૦ ફૂટ નીચે જતાં ખેડૂતો માટે આર્થિક સંકટનો બોજ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-09 13:15:25
  • Views : 283
  • Modified Date : 2021-05-09 13:15:25

     ઉનાળાની શરૂઆત થતાની સાથે ભીલડી,ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ના અનેક વિસ્તારોમાં પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે દિવસે ને દિવસે પાણી ની પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે હાલ પાણીના તળ સાત સો ફૂટ સુધી પહોંચી ચૂક્યા છે અને ખેડૂતોને પણ જુના બોરવેલ બંધ થઈ રહ્યા છે ત્યારે નવા બોરવેલ બનાવવા માટે દસ લાખ જેટલો ખર્ચ કરવો પડી રહ્યો છે તેમ છતાં પાણી ની કોઈ ગેરંટી નથી જેથી ખેડૂત દેવાદાર બની રહયો છે. એક બાજુ ખેતી પણ મોંઘી બની છે ત્યારે બીજી બાજુ લાઈટ બિલો પણ ખૂબ આવતા હોવાથી ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે હવે ખેડૂતોને હવે ભૂગર્ભજળ ખતમ થઈ જવાની ચિંતા ઊભી થઈ છે ઉનાળાની ગરમી વચ્ચે છેલ્લા પંદર દિવસમાં પાણી ના તળ ચાલીસ ફૂટ જેટલા ઊંડા ઉતરી ગયા છે ત્યારે જો સરકાર પાણી માટે અત્યારથી પગલાં નહિ ભરે તો આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લા માં ઓક્સિજનની જેમ કપરી પરિસ્થિતિ સર્જાતા વાર નહિ લાગે.અત્યારે ખેડૂત વર્ગ પાણી ના ભૂગર્ભ જળ નીચે જતાં ચિંતામાં મુકાયો છે.આ પરિસ્થતિમાંથી ખેડૂતોને ઉગારવા માટે સરકાર અત્યારથી જ પગલાં ભરે તે જરૂરી છે.

     ઓક્સિજન ની જેમ પાણી ના ટીપાં માટે સુવિધા કરજો તેવી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે લોકોને દરેક ઘરમાં વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં થયેલા મેસેજ મુજબ આજે ઓક્સિજન માટે દોડી રહ્યા છે ત્યારે આવતીકાલે પાણીના ટીપા માટે દોડવું પડે તેની કાળજી રાખજો

     પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તે તંત્ર અને રાજકારણીઓને પણ ખ્યાલ છે ત્યારે આવનાર સમયમાં વિકટ પરિસ્થિતિ ના સર્જાય તેના માટે જિલ્લાનું રાજકારણ અને તંત્ર અત્યારથી પાણી પહેલાં પાળ બાંધવાનું કામ કરે તે સમયનો તકાજો છે નહિતર ભવિષ્ય માં ઓક્સિજન ની જેમ અછત સર્જાશે તે નવાઈ નહિ.

Download Our B K News Today App



Related News