એકવીસ જૂન છે.. આમ તો લોકો એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવે છે.. પરંતુ તેની સાથે અન્ય મહત્વ આ દિવસનું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:45:50
  • Views : 238
  • Modified Date : 2022-06-22 11:45:50

 

એકવીસ જૂન છે.. આમ તો લોકો એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવે છે.. પરંતુ તેની સાથે અન્ય મહત્વ દિવસનું છે.. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં એકવીસ જૂનને વર્ષનો સહુથી લાંબો દિવસ માનવામાં આવે છે.. અને સહુથી નાની રાત પણ દિવસે જોવા મળે છે.. તો આવો જાણીએ રસપ્રદ વિષય વિષે...

 

સૂર્ય મંડળમાં કુલ આઠ ગ્રહો આવેલા છે અને તમામ ગ્રહો તેમની કક્ષામાં રહીને સૂર્યની પરિક્રમાં કરતાં હોય છે.. ગ્રહો પૈકી પૃથ્વી પણ સૂર્યની પરિક્રમાં કરે છે.. પૃથ્વી તેની ધરીથી ૨૩. ડિગ્રી સૂર્ય તરફ ઝૂકેલી છે અને પૃથ્વીનો ઝુકાવ મોટી ખગોળીય ઘટનાને જન્મ આપે છે.. પૃથ્વીના ઝુકાવને પગલે પૃથ્વીમાં વર્ષ દરમ્યાન અલગ અલગ સ્થળો પર દિવસ અને રાતની લંબાઈમાં તફાવત જોવા મળે છે. પૃથ્વીના ઝુકાવને પગલે વર્ષમાં બે સંક્રાંતિ થતી હોય છે.. જેને આપણે ઉતરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખીએ છીએ.. પૃથ્વી સૂર્ય તરફ ઝૂકેલી હોવાના લીધે ઉત્તર ગોળાર્ધનો ભાગ સૂર્ય તરફ ઝૂકેલો હોય છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત નાની હોય છે.. અને જ્યારે દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ આવે છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો અને રાત લાંબી બને છે અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત ટૂંકી બને છે.. વર્ષમાં ઘટના બે વાર બને છે.. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસની લંબાઈમાં વિરોધભાષ જોવા મળે છે.. વર્ષમાં ૨૧-૨૨ ડિસેમ્બર પર દક્ષિણ ગોળાર્ધ સૂર્યની તરફ હોવાના લીધે દિવસ નાનો થાય છે અને રાત્રિ મોટી હોય છે.. ત્યારબાદ પૃથ્વીની પરિક્રમા આગળ વધતાં સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવા લાગે છે અને ધીરે ધીરે દિવસની લંબાઈ વધવા માંડે છે.. સૂર્યની ઉત્તર તરફની ગતિ ૨૧ જૂન સુધી ચાલુ રહે છે અને ૨૧ જૂનના દિવસે સહુથી લાંબો દિવસ હોય છે.. એકવીસ જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતાં દક્ષિણાયનની શરૂઆત થાય છે.. અને ધીરે ધીરે દિવસ નાનો થવા માંડે છે.. ખગોળીયા પર અમારા દ્વારા આજે તૈયાર કરવામાં આવેલા અહેવાલને તમે સમજી ગયા હશો.. વર્ષ દરમ્યાન દિવસ અને રાતની લંબાઈમાં કેમ વધઘટ જોવા મળે છે તે હવે તમે સમજી ગયા હશો.. આપણે ઉત્તર ગોળાર્ધમાં વાસીએ છીએ.. ત્યારે ઉત્તર ગોળાર્ધની વાત કરવામાં આવે તો ઉત્તર ગોળાર્ધમાં ૨૧-૨૨ ડિસેમ્બરના દિવસે દિવસ સહુથી નાનો અને રાત્રિ સહુથી મોટી હોય છે.. જ્યારે ૨૧ જૂનના દિવસે દિવસ સહુથી મોટો અને રાત્રિ એક દમ ટૂંકી હોય છે.. ઉપરાંત ૨૧ જૂન અને ૨૧ સપ્ટેમ્બરના દિવસે દિવસ અને રાત્રિ સમાન હોય છે.. 

Download Our B K News Today App



Related News