ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે યુવાનોએ ગાંધીગિરીનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-24 12:23:40
  • Views : 470
  • Modified Date : 2022-08-24 12:23:40



ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે યુવાનોએ ગાંધીગિરીનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને પગલે રેલવે નાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જો કે તંત્રએ કામ કરતા ગામના જાગૃત યુવાનોએ રેલવે વિભાગના મશીનમાં સ્વખર્ચે ઇંધણ પુરાવી પાઇપ વડે પાણી બહાર કાઢી ગ્રામજનોની મુશ્કેલી હલ કરી હતી.


ડીસા પંથકમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જેમાં મોટી ઘરનાળ ગામ પાસે આવેલ રેલવે ના નાળામાં પણ પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. ત્રણ દિવસથી સતત પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. અંગે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી થતા આખરે ગામના જાગૃત યુવાનોએ ગાંધીગિરીનો માર્ગ અપનાવ્યો હતો અને યુવાનોએ રેલવે વિભાગ માંથી મશીન લાવી તેમાં સ્વખર્ચે ઇંધણ નંખાવી પાઇપ વડે નાળામાંથી પાણી બહાર કાઢ્યું હતું. સતત 20 કલાક સુધી મશીન ચાલુ રાખી નાળામાંથી પાણી બહાર કાઢી વાહનચાલકો અને ગ્રામજનોની મુશ્કેલી હતી. નાળામાંથી પાણી કાઢ્યા બાદ રસ્તો શરું થતા વાહન ચાલકો અને ગ્રામજનોએ રાહત અનુભવી હતી.


Download Our B K News Today App



Related News