થરાદ પંથકમાં રાત્રિના સમયથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 10:52:12
  • Views : 292
  • Modified Date : 2022-07-25 10:52:12


બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીને લઈને થરાદ પંથકમાં રાત્રિના સમયથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે

થરાદ પંથકમાં મધ્ય રાતથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઘણા નીચાણ  વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે  રાત્રેથી વરસી રહેલા વરસાદમાં થરાદ એપીએમસી ની પાછળ આવેલા  રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને થરાદના નીચાણવાળા ભાગમાં વરસાદને લઈ થરાદ બસ સ્ટેશન હનુમાન ગોળાઈ અને બીજા પણ વિસ્તારમાં પાણી ભેગા થયા છે અને વરસાદને લીધે વહેલી સવારથી જ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી છે ઘણા વિસ્તારોમાં તો લોકોના કાચા મકાનો અને ઝાડ ખાઓ પડી ગયા છે જ્યારે વરસાદને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે જ્યાં નીચેવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે ત્યાં બાળકો વરસાદના પાણીમાં આનંદ માણ ના નજરે પડે છે

Download Our B K News Today App



Related News